Khabarchhe

563k Followers

લોકડાઉન 4.0ની નવી ગાઇડલાઇન જાહેર, જાણો શું ખૂલશે, શું બંધ રહેશે

17 May 2020.7:12 PM

સમગ્ર દેશમાં લોકડાઉન 4.0ની જાહેરાત કરી દેવામાં આવી છે, જે મુજબ 31 મે સુધી લોકડાઉન રહેશે. આ બાબતે હોમ મિનિસ્ટ્રીએ ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.

ઘરેલુ-વિદેશી ઉડાનોને મંજૂરી નથી આપવામાં આવી.

હોટસ્પોટ એરિયામાં પ્રતિબંધ ચાલુ રહેશે.

સ્કૂલ-કોલેજ બંધ રહેશે.

નવી ગાઇડલાઇન મુજબ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન હવે રાજ્ય સરકાર નક્કી કરશે.

દેશભરમાં નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે.

સાંજે 7થી સવારે 7 કલાક સુધી સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે.

હોટેલ-રેસ્ટોરાં બંધ રહેશે, હોમ ડિલિવરી ચાલુ રહેશે.

લગ્ન સમારોહમાં 50થી વધુ લોકો શામેલ નહીં થઇ શકે.

ઇન્ટર સ્ટેટ બસ સર્વિસને મળી મંજૂરી, પણ બંને રાજ્યોની સહમતિ જરૂરી

જાહેર સ્થાનો પર પાન-મસાલા દારૂના સેવન પર પ્રતિબંધ

સ્વીમિંગ પૂલ, ઓડિટોરિયમ બંધ

માર્કેટ ખૂલવાના નિયમ રાજ્ય સરકાર નક્કી કરશે

શોપિંગ મોલ, જિમ, થિએટર બાર બંધ રહેશે.

તમામ સાર્વજનિક ધાર્મિક સ્થાનો બંધ રહેશે.

ઇ-કોમર્સ સાઇટ્સ પરથી જરૂરી સામાન મંગાવી શકાશે.

અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો નહીં જઇ શકે.

મેટ્રો સેવા બંધ રહેશે.

ધાર્મિક, રાજનૈતિક આયોજનો પર રોક

અફવા ફેલાવનારાને 1 વર્ષ સુધી જેલ થઇ શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khabarchhe Gujarati

#Hashtags