સત્ય ડે

205k Followers

ગુજરાતના ૧૦ હજારથી વધારે શિક્ષકોનું ભવિષ્ય જોખમમાં, વિદ્યાર્થીઓના ભણતર પર થશે અસર

03 Jun 2020.10:30 AM

રાજ્યમાં ટેટ-ટાટ પાસ થયા હોવા છતાં લાંબા સમયથી શિક્ષક તરીકેની નોકરીથી વંચિત છે. ગુજરાત(Gujarat) સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 3 ડિસેમ્બર-2019ના રોજ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 557, સરકારી માધ્યમિક શાળાઓમાં 1239, અનુદાનિક માધ્યમિક શાળા(School)ઓમાં 3193 એમ આશરે 7000 જગ્યા તેમજ પ્રાથમિક શાળાઓમાં 3200 ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જે હજી સુધી પૂર્ણ ન થતાં ગુજરાતના 10 હજારથી વધારે શિક્ષકોના ભવિષ્ય પર લટકતી તલવાર છે.

આ જાહેરાત અંતર્ગત સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબક્કા અને કાર્યવાહી અંગે તારીખોની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત બોર્ડ દ્વારા ફોર્મ ભરાવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ-1 બહાર પાડી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ત્યારબાદ અન્ય કારણોસર શિક્ષણ સહાયકની ભરતી અટકી જતાં આ તમામ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, હવે કેટલાક ઉમેદવાર એવા છે, જેની વયમર્યાદા પણ પૂરી થઈ જશે. ઉપરાંત જો જૂન મહિનાના પહેલા અથવા બીજા સપ્તાહમાં જો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા(School)ની ભરતીની જાહેરાત નહીં આવે તો ભાવિ શિક્ષકોએ નોકરી ગુમાવવાની સ્થિતિ આવી શકે તેમ છે. લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રમાં આટલી જગ્યાઓ ખાલી હોવાના લીધે 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર પ્રત્યક્ષ અસર પડી રહી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Satya Day

#Hashtags