Mahiti no Khjano

8.1k Followers

જનધાન ખાતાધારક મહિલાઓને 500 રૂપિયાનો ત્રીજો હપ્તો આ તારીખે થશે જમા

05 Jun 2020.07:37 AM

             જનધાન ખાતાધારક મહિલાઓને 500 રૂપિયાનો ત્રીજો હપ્તો

               

કોરોના સંકટના સમયમાં લોકડાઉનની વચ્ચે ગરીબોને રાશન અને આર્થિક સહાય આપવાની યોજના ચાલી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત PMJDYની મહિલા ખાતા ધારકોને જૂન મહિનાના 500 રૂપિયાના હપ્તા બેંકોને મોકલવામાં આવી રહ્યા છે.

ભારતીય બેંક એસોસિયેશને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

બેંકોની શાખાઓમાં ભીડ ના થાય તે માટે નીચે આપવામાં આવેલ ટાઇમ ટેબલ પ્રમાણે બ્રાંચ, CSP, બેંક મિત્રો પાસેથી રકમ લેવી. સરકારે મહિલા ખાતાધારકોના ખાતામાં 500 રૂપિયાના ત્રીજા હપ્તા જમા કરવાનું શરૂ કરી દીધું છે. જાણો તમારા ખાતામાં ક્યારે પૈસા આવશે.

નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, માર્ચના અંતમાં પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) અંતર્ગત આવતી તમામ મહિલા ખાતાધારકોને ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયા  અનુગ્રહ રકમ (એક્સ-ગ્રેટિયા) આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રકમ 1.7 લાખ કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજનો હિસ્સો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mahiti no Khjano

#Hashtags