Mahiti no Khjano

8.1k Followers

સોશિયલ મીડિયાપર કેમ વાયરલ થઇ રહ્યો છે હાથીનો મૃતદેહ

06 Jun 2020.11:33 AM

સોશિયલ મીડીયા પર કેમ વાયરલ થઈ રહયો છે હાથીનો આ મૃતદેહ..?  વાંચો વિગતવાર

સોશિયલ મીડીયા પર કેરેલાના આ હાથીનો મૃતદેહ વાયરલ થઈ રહયો છે. કેરેલાના પલક્કડ જિલ્લાની આ ઘટના છે. કેરલના પલક્કડ જિલ્લાના ગાઢ જંગલોમાંથી એક ગર્ભવતી હાથણી ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડી હતી જયાં તેણે ફટાકડા ભરેલું અનાનસ ખાઈ લેતા તેના જડબામાં જ ફટાકડાઓ ફુટતા તે ગંભીરરુપે ઘાયલ થઈ હતી અને નદીમાં મૃત્યું પામી હતી.

સોશિયલ મીડીયામાં આ ફોટો વાયરલ થયા બાદ કેટલાય લોકોએ લાગણી સાથે દુ:ખ વ્યક્ત કર્યું હતું તો કેટલાય લોકો આવું કૃત્ય કરનારા પર ફીટકાર વરસાવી રહયા છે. હદય હચમચાવી નાખે તેવી આ ઘટનામાં હાથણી ગર્ભવતી હતી જેમાં કેટલીય વાયરલ પોસ્ટમાં હાથણીના પોસ્ટમોર્ટમ બાદ ગર્ભમાં રહેલા મૃત બચ્ચાને દેખાડતો ફોટો પણ વાયરલ થઈ રહયો છે. લોકોએ પોતાના સોશિયલ મીડીયા સ્ટોરીમાં પણ ફોટાઓ પોસ્ટ કરીને હાથણી અને તેના બચ્ચાને શ્રદ્ધાંજલી આપી હતી.

કેરેલાના જંગલોમાં હાથીઓ ખૂબ જ જોવા મળે છે

કયારેક ખોરાકની શોધમાં આ હાથીઓ ગામડાના રહેણાંક વિસ્તારોમાં ચડી આવે છે. આ ગામડાઓના લોકો જંગલી ભૂંડના ત્રાસથી ખેતરમાં ઉભેલા પાકને બચાવવા માટે આ પ્રકારના અનાનસ બોમ્બ બનાવીને મૂકે છે. પણ અફસોસ કે આ અનાનસ બોમ્બનો ભોગ હાથીઓ બની રહયા છે. સોશિયલ મીડીયા પર આ ઘટના વાયરલ થયા બાદ આવી જ બીજી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એપ્રિલ મહિનામાં કોલ્લમ જિલ્લામાં આવું જ એક અનાનસ ખાધા બાદ જડબામાં ફટાકડા ફૂટતા હાથણીનું મૃત્યું થયું હતું. કેરેલાના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જંગલખાતાના અધિકારીઓ તપાસ કરી રહયા છે અને ગુનેગારને જલ્દી પકડી લેવામાં આવશે.

ફોરેસ્ટ ઓફીસર મોહન ક્રિષ્નને એપ્રિલની ઘટનાને ટાંકીને પોતાની ફેસબૂક પર એક લાગણીસભર પોસ્ટ અને હાથણીની જળસમાધિનો એક ફોટો મૂકીને જણાવ્યું હતું કે અમે જોયું હતું કે હાથણી નદીમાં ઉભી હતી અને પોતાનું માથું પાણીમાં ડૂબાડી રાખ્યું હતું. તેણીની સિક્સથ સેન્સે તેને જણાવી દીધું હતું કે તેણી હવે મરી જશે. તેણી ઉભા ઉભા નદીમાં જળસમાધી લઈ રહી હતી. ક્રિષ્નનએ આ હાથણીને કિનારે લઈ આવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

દેશમાં તમામ જગ્યાએ ખેડૂતોના ઉભા પાકને કેટલાય જંગલી જનાવરો નુકસાન પહોંચાડતા હોય છે. ખેડૂતો પાકના રક્ષણ માટે અવનવા કીમીયાઓ અજમાવતા હોય છે. ત્યારે ખેડૂતોના આવા કીમીયાઓનો ભોગ સિંહ, હાથી, દિપડાં અને વાઘ બનતા હોય છે. દરેક ઘટનામાં ખેડૂતો અને સરકારી તંત્ર બંને જવાબદાર હોય છે. જંગલ વિસ્તારમાં આવેલા ખેતરોના રક્ષણ માટે સરકારે ફેન્સીંગની યોગ્ય વ્યવસ્થા કરાવી આપવી જોઈએ અને ખેડૂતોએ પણ પોતાની જવાબદારીઓ સમજીને પ્રાણીઓ પ્રત્યે દયાભાવના રાખવી જોઈએ.

આર્ટિકલ ગમ્યો હોય તો સોશિયલ મીડીયા અને તમારા મિત્રો વચ્ચે શેયર કરી શકો છો

જનધાન ખાતાધારક મહિલાઓને 500 રૂપિયાનો ત્રીજો હપ્તો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mahiti no Khjano

#Hashtags