VTV News

1.2M Followers

કોરોના વાયરસ / ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાની ચર્ચા પર DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

10 Jun 2020.5:01 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત કોરોનાના સંક્રમણથી સૌથી ખરાબરીતે પ્રભાવિત થનારા રાજ્યોમાં સામેલ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત એવું રાજ્યું હતું જ્યાં ખુબ જ ઝડપથી કોરોના સંક્રમણ ફેલાયું અને અહીં પર વાયરસના કારણે મૃતકોનો દર સતત ચિંતાનો વિષય રહ્યો છે. તો લૉકડાઉન બાદ અનલૉકમાં છુટછાટ આપવામાં આવી છે. જ્યારબાદથી રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને એવી અફવાઓ વહેતી થઇ હતી કે ગુજરાતમાં લૉકડાઉન ફરી લાગૂ થશે. ત્યારે હવે આ અફવાનો અંત આવ્યો છે.

  • અફવાઓ પર બોલ્યા નીતિન પટેલ
  • ગુજરાતમાં ફરી લાગુ નહીં થાય લોકડાઉન
  • સોશિયલ મીડિયામાં ઉડી હતી અફવા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં ફરી લોકડાઉન થવાની અફવા પર સ્પષ્ટતા કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાનું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાત માત્ર અફવા છે. મહત્વનું છે કે, 15 જૂન બાદ ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાની અફવા ઉડી હતી.

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉન વધારવામાં આવ્યુ હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉન વધારવામા આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્રનરનુ જાહેરનામું બહાર પાડ્યું હતું. અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે. 30 જૂન સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, દુકાનો બંધ રહેશે. જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. લૉકડાઉન સાથે કલમ 144 પણ લાગુ રહેશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags