GSTV

1.4M Followers

PM Kisan Scheme: વાર્ષિક 6000 રૂપિયાના લાભાર્થીઓની યાદીમાં તમારુ નામ છે કે નહીં આ રીતે ચેક કરો

11 Jun 2020.09:28 AM

કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે સરકાર દેશના ખેડૂતોની મદદ માટે અનેક એલાન કરી રહી છે. કરોડો ખેડૂતો માટે લાભકારક એવી અનેક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પહેલા કરતાં ઘણી લોકપ્રિય છે. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં દર વર્ષે 6000 રૂપિયા જમા કરે છે. 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવે છે. કિસાન યોજનાના છઠ્ઠો હપ્તાના રૂપિયા જમા થવાની શરૂઆત થઇ ચુકી છે.

આ રીતે લિસ્ટમાં ચેક કરો તમારુ નામ

યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળે છે, જેમણે યોજના માટે અરજી કરી છે.

જો તમે પણ અરજી કરી હોય તો લાભાર્થીઓની લિસ્ટમાં તમારુ નામ ચેક કરી શકો છો. હવે ઑનલાઇન પણ તમે લિસ્ટ ચેક કરી શકો છો. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2020ની નવી યાદી pmkisan.gov.in પર જઇને ચેક કરો. જો તમે હજુ સુધી ચેક નથી કર્યુ કે તમારા ખાતામાં રૂપિયા જમા થયા છે કે નહી તો હવે તમે તને સરળતાથી ચેક કરી શકો છો.

ઑનલાઇન અપલોડ કરો ડોક્યુમેન્ટ્સ

જો કોઇ કારણોસર હજુ સુધી તમે તમારા ડોક્યુમેન્ટ્સ જમા ન કરાવ્યા હોય અને તમારી અરજી અટકી પડી છે તો ડોક્યુમેન્ટ્સને ઓનલાઇન અપલોડ કરી શકાય છે. સાથે જ જો તમે યોજનાનો લાભ લેવા માગતા હોવ તો વેબસાઇટ પર લૉગ ઇન કરવાનું રહેશે. તેમાં આપવામાં આવેલા 'ફાર્મર કોર્નર' વાળા ટેબમાં ક્લિક કરો. આ ટેબમાં ખેડૂતોને પોતાને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર કરાવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

'ફાર્મર કોર્નર' પર સુધારી શકો છો ભૂલ

જો તમે પહેલા અરજી કરી હોય અને તમારુ આધાર કાર્ડ યોગ્ય રીતે અપલોડ ન થયુ હોય અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર થયો હોય તો તેની પણ જાણકારી તમને અહીં મળી જશે. તે બાદ તમે તમારી ભૂલ સુધારી શકો છો. જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે તેમના નામ રાજ્ય/જિલ્લા/તાલુકા/ગામ પ્રમાણે જોઇ શકાય છે. તેમાં તમામ લાભાર્થીઓની આખી લિસ્ટ અપલોડ કરવામાં આવી છે. અરજીની સ્થિતિ શું છે. ખેડૂત આધાર નંબર/ બેન્ક એકાઉન્ટ નંબર/ મોબાઇલ નંબર દ્વારા પણ જાણી શકાય છે.

એપ કરો ડાઉનલોડ

આ ઉપરાંત જો તમે પોતાને આ યોજનાથી અપડેટ રાખવા માગતા હોય તો તેના માટે તમે આ લિંક pmkisan.gov.in પર ક્લિક કરવાનું રહેશે. આ ઉપરાંત તમે તેને ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને પીએમ કિસાન મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકો છો.

ચેક કરો તમારુ નામ

તમારે સૌથી પહેલા વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું છે. અહીં તમને હોમ પેજ પર મેન્યૂ બાર જોવા મળશે. અહીં 'ફાર્મર કોર્નર' પર જાઓ. તે બાદ અહીં લાભાર્થી યાદીની લિંક પર ક્લિક કરો. હવે તમારુ રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામની વિગતો નાંખો. આટલુ કર્યા બાદ Get Report પર ક્લિક કરો અને મેળવી લો આખી લિસ્ટ…

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags