GSTV

1.3M Followers

ઐતિહાસિક! અમેરિકામાં 2000 બાળકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કરી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું, જુઓ આ મંત્રમુગ્ધ કરી દેતો વીડિયો

18 Aug 2022.12:21 PM

સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો દબદબો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વિદેશથી ભારતના ધાર્મિક સ્થળો જોવા આવે છે. મથુરા-વૃંદાવન અને ઋષિકેશમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો છે. સાથે જ ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. હાલમાં જ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ જશે.

અમે તમને વિડિયો વિશે માહિતી આપીએ એ પહેલા તમારે આ વિડિયો એકવાર જરૂર જોવો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં તમે એક મોટું ઇન્ડોર સ્ટેડિયમ જોશો. આ સ્ટેડિયમની અંદર હજારો બાળકો એકસાથે ભગવદ ગીતાનો પાઠ કરી રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે 2 હજાર બાળકો એકસાથે ભાગવત કથા કરી રહ્યા છે. ખરેખર આ દ્રશ્ય અદ્ભુત છે.


એક વર્ષથી તૈયારી કરી રહી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર આ વાયરલ વીડિયો અમેરિકાના ડલ્લાસનો છે. અહીં બાળકોએ સાથે મળીને ભાગવત કથાનું પઠન કર્યું હતું. વીડિયો પર આપેલા કેપ્શન પ્રમાણે આ બાળકો છેલ્લા એક વર્ષથી આની તૈયારી કરી રહ્યા હતા. સાથે જ તેમણે ભાગવત પાઠ કરીને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ભાવ વધાર્યો છે.


વાયરલ વિડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર RVAIDYA2000 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટે શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને 12 હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે.



Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags