ABP અસ્મિતા

414k Followers

PIB Fact Check: જો તમે ATMમાંથી ચારથી વધુ વખત પૈસા ઉપાડશો તો 173 રૂપિયા ચાર્જ લાગશે! જાણો શું છે સત્ય

19 Aug 2022.11:03 AM

PIB Fact Check: બેંકો સાથેના વ્યવહારને લઈને સોશિયલ મીડિયામાં બે મેસેજ ચાલી રહ્યા છે. તેમાંથી એકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો સેવિંગ્સ એકાઉન્ટમાં એક વર્ષમાં 40થી વધુ ટ્રાન્ઝેક્શન થશે તો જમા રકમમાંથી 57.5 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનની કપાત કરવામાં આવશે. બીજા મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ATMમાંથી ચારથી વધુ વખત પૈસા ઉપાડવા પર કુલ 173 રૂપિયા કાપવામાં આવશે.

સરકારનું કહેવું છે કે આ બંનેમાં કોઈ સત્ય નથી. આ બંને દાવા બોગસ છે. SBIએ ટ્રાન્ઝેક્શન નિયમોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમે તમારી બેંકના એટીએમમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા ચૂકવવા પડશે.

PIB એ સરકારી નીતિઓ અને યોજનાઓ વિશેની ખોટી માહિતીને ચકાસવા માટે ફેક્ટ ચેક એકાઉન્ટ બનાવ્યું છે. આનાથી, નકલી સંદેશાઓ વિશે સમયાંતરે હકીકત તપાસ કરવામાં આવે છે. લેટેસ્ટ ફેક મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષમાં 41મા ટ્રાન્ઝેક્શન પર સેવિંગ્સ એકાઉન્ટમાંથી 57.50 રૂપિયા કપાશે. એ જ રીતે ATMમાંથી ચારથી વધુ વખત પૈસા ઉપાડવા પર કુલ 173 કપાશે. જેમાં 150 રૂપિયા ટેક્સ અને 23 રૂપિયા સર્વિસ ચાર્જ છે. પીઆઈબીનું કહેવું છે કે આ બંને મેસેજ ફેક છે.

નિયમ શું છે

આરબીઆઈના ધારાધોરણો અનુસાર, ગ્રાહક તેની બેંકના એટીએમમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેવી જ રીતે, તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો શહેરોમાં પાંચ મફત વ્યવહારો કરી શકે છે. આ પછી, બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર 21 રૂપિયાની ફી વસૂલી શકે છે. આ વ્યવસ્થા 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરવામાં આવી છે.

PIB ફેક્ટ ચેક શું છે ?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags