સંદેશ

1.5M Followers

એન્ડ્રોઇડ 13 અને તેની મહત્ત્વની આઠ લાક્ષણિકતાઓ

22 Aug 2022.00:27 AM

દુનિયામાં જો મોબાઈલ ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો પ્રમુખસ્થાન પર મુખ્ય બે ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે, જો એપલ ફેન હોય તો આઇ.ઓ.એસ અને એન્ડ્રોઇડ ફેન હોય તો એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ, યૂઝર્સની જરૂરિયાત પ્રમાણે આ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં સમયાંતરે સતત અપડેટ આવતાં હોય છે, હાલના સમયમાં ભારત સહિત દુનિયામાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના યૂઝર્સ સૌથી વધારે સંખ્યામાં કાર્યરત છે, 2022માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારત સહિત સમગ્ર દુનિયામાં અંદાજિત 2.5 અબજ એન્ડ્રોઇડ યૂઝર્સ કાર્યરત છે, જ્યારે આટલી મોટી સંખ્યામાં એન્ડ્રોઇડ યૂઝર્સ હોય ત્યારે એન્ડ્રોઇડ ડેવલપર ટીમ માટે ખૂબ જ ચેલેન્જિંગ ટાસ્ક બની જાય કે યૂઝર્સની જરૂરિયાત પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમમાં વિવિધ લાક્ષણિકતાઓ પૂર્ણ પાડવી અને એવા પ્રકારનો યૂઝર્સ ઇન્ટરફેસ પૂર્ણ પાડવો કે જે યૂઝર ફ્રેન્ડલી હોય.

અત્યારના સમયમાં સમગ્ર વિશ્વમાં અને ભારતમાં મોટાભાગના એન્ડ્રોઇડ યુઝર્સમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની આવનારી નવી આવૃત્તિ 13ને લઈને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે, તો આજની કૉલમ થકી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ 13માં આવનારી નવી આઠ લાક્ષણિકતાઓ વિશે જાણીશું.

એન્ડ્રોઇડ 13ની મહત્ત્વની 8 લાક્ષણિકતાઓ

(1) ગેમર્સ માટે ઉત્તમ પ્લેટફેર્મ પૂર્ણ પાડવું : છેલ્લાં બે વર્ષમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થયેલા વિવિધ અહેવાલો મુજબ આપણે એ બાબતને વધુ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લાં બે વર્ષમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોબાઇલ ગેમર્સ એટલે મોબાઈલ થકી ગેમ રમતા પ્લેયર્સની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે અને તેમાંથી મોટાભાગના પ્લેયર્સ એન્ડ્રોઇડ યૂઝર્સ છે, તેથી એન્ડ્રોઇડ 13માં ગેમર્સને ખૂબ જ સરળતા અને લવચીકતા રહે તે બાબતોનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મોબાઈલ ડિવાઈસના ગેમિંગ પરફેર્મન્સને વધારવા માટે એન્ડ્રોઇડ 13માં ખાસ પ્રકારના 'એ ઓ એસ પી' કોડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.'એ ઓ એસ પી'નું પૂર્ણ નામ એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્રોજેક્ટ છે અને એન્ડ્રોઇડ 13માં તેનું મુખ્ય કાર્ય ગેમર્સને ઓનલાઇન ગેમ રમવા માટે એક ઉત્તમ પ્રકારના પ્લેટફેર્મને પૂર્ણ પાડવાનું અને સાથે તેમને યૂઝર્સ ફ્રેન્ડલી ઇન્ટરફેસ પૂર્ણ પાડવાનું પણ છે, જેથી ગેમર્સ આભાસી દુનિયાનો વિશેષ આનંદ માણી શકે.

(2) મહત્તમ લેંગ્વેજ સપોર્ટ : હાલના સમયમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ વિશ્વના લગભગ તમામ દેશોમાં થાય છે, સાથે જ ત્યાં વિવિધ પ્રકારની ભાષાઓ બોલતા લોકો રહે છે અને દરેક એન્ડ્રોઇડ યૂઝર્સ અંગ્રેજી ભાષા સાથે તાદાત્મ્ય સાધી શકે તેવા પણ નથી હોતા,પરિણામે યૂઝર્સની અનુકૂળતાઓને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ડેવલપર ટીમ દ્વારા અત્યાર સુધીમાં 58 ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હજુ આવનારા સમયમાં વધુ ભાષાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે, કારણ કે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ દરેક યૂઝર્સને શ્રોષ્ઠ સુવિધાઓ આપવા માંગે છે, જેમાં ભાષા ક્યારેય અવરોધ રૂપ ન બને તે બાબત પણ ઘણી અગત્યની છે. વધુમાં હાલની અને અગાઉની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં સૌથી મોટી કંટાળાજનક બાબત એ હતી કે દરેક એપ્લિકેશનમાં અંગ્રેજી ભાષા સિવાયની ભાષા બદલવા માટે લેંગ્વેજ વિક્લ્પ પસંદ કરવામાં આવતો, પરંતુ એન્ડ્રોઇડ 13ના પહેલા ડેવલપર પ્રિવ્યૂને જોતાં એવું ચોક્કસપણે કહી શકાય કે એન્ડ્રોઇડ 13માં એક જ જગ્યાએથી યૂઝર્સની ડિવાઇસમાં ઉપલબ્ધ તમામ એપ્સ માટેની ભાષા બદલવાનો અને નિર્ધારિત કરવાનો વિકલ્પ મળી શકે છે.

(3) બેકગ્રાઉન્ડ એપ્સને ઓપ્ટિમાઇઝ : એન્ડ્રોઇડની આવૃત્તિ 12માં આપણે જોયું કે કેવી રીતે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ એ કોઈ પણ એપ્સને બેકગ્રાઉન્ડમાં ચાલતી અટકાવીને બેટરી લાઇફ્માં નોંધપાત્ર સુધારો કર્યો હતો અને હવે એ જ વસ્તુને એન્ડ્રોઇડની આવૃત્તિ 13માં પણ સુધારવામાં અને અપડેટ કરવામાં આવી છે. વિવિધ પ્રકાશિત થયેલા રિપોર્ટના આધારે એમ કહી શકાય કે એન્ડ્રોઇડની આવૃત્તિ 13માં બેકગ્રાઉન્ડ એપ્સને ઓપ્ટિમાઇઝ કરીને બેટરી લાઇફ્ને વધુ સારી બનાવવા પર ખાસ પ્રકારનું ફેકસ કરવામાં આવ્યું છે, જેનાથી મોબાઈલની બેટરીની લાઈફ્ વધશે, સાથે જ મોબાઈલની સ્પીડ પણ વધશે, કારણ કે બેકગ્રાઉન્ડમાં ચાલતી કોઈ પણ એપ્સ મોબાઈલની પ્રાથમિક મેમરીનો ચોક્કસ ભાગ રોકે છે, પરિણામે તેની અસર મોબાઈલ ડિવાઈસની કાર્યશૈલી પર પડે છે, પરિણામે આગામી સમયમાં એન્ડ્રોઇડ મોબાઈલ યૂઝર્સ માટે બેકગ્રાઉન્ડ એપ્સ ઓપ્ટિમાઇઝેશન લાક્ષણિકતા અત્યંત મહત્ત્વપૂર્ણ બની શકશે એમ કહી શકાય.

(4) ક્યૂ આર કોડ સ્કેનર : ક્યૂ આર કોડ્સનું મહત્ત્વ છેલ્લાં ત્રણચાર વર્ષોથી ખૂબ જ વધ્યું છે, પછી તે ચુકવણી માટે હોય, વેબ સાઈટ તેમજ કોઈ એપ્લિકેશનને એક્સેસ કરવા માટેનું હોય તેમજ કોઈ હોટલ કે રેસ્ટોરાંમાં ગયા હોઈએ ત્યારે મોબાઈલમાં મેનુ મેળવવાનું હોય કે કોઈ પુસ્તકમાં આપવામાં આવેલા કોડને સ્કેન કરવા માટે હોય, પરિણામે એન્ડ્રોઇડ ડેવલપરોએ પણ આ બાબતોની નોંધ લીધી છે કે આજના સમયમાં ભારત સહિત દુનિયામાં ક્યૂ આર કોડ્સનું મહત્ત્વ ઘણું વધી ચૂક્યું છે. એન્ડ્રોઇડ 13નો જે ડેવલપર પ્રિવ્યૂ સામે આવ્યો છે, તેને જોતાં કહી શકાય છે કે એન્ડ્રોઇડ 13માં ક્યૂ આર કોડ ક્ષેત્રે ઘણાં નવાં અપડેટ અને ફીચર જોવા મળી શકે છે તેમજ ક્યૂ આર કોડ્સ સ્કેન કરવાની પ્રક્રિયાની ઝડપ પણ વધી શકે છે, અત્યારના સમયમાં ક્યૂ આર કોડ્સને સ્કેન કરવા માટે મોટા ભાગે દુનિયામાં ગૂગલ લેન્સ એપ્લિકેશનનો જ ઉપયોગ થાય છે, તો નવી અપડેટમાં નવી એપ્લિકેશનો આવવાની સંભાવનાઓ પ્રબળ છે.

(5) ટેપ ટુ ટ્રાન્સફ્ર : જો તમે એન્ડ્રોઇડ બીમનો ઉપયોગ કર્યો હોય તો તમે જાણતા જ હશો કે બે ફેનમાં એક સાથે ટેપ કરવું અને ડેટા તેમજ ફઇલોને એક મોબાઈલથી નજીકમાં આવેલા અન્ય મોબાઈલમાં ટ્રાન્સફ્ર કરવાનું કાર્ય ખૂબ જ સરળ હતું પરંતુ ત્યારબાદ બ્લૂટૂથ અને વાઇ-ફઇ જેવી ટેક્નોલોજી મોબાઈલમાં દાખલ થઈ પરિણામે એન્ડ્રોઇડ બીમને બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે તે એન્ડ્રોઇડ 13માં પરત આવી શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે, તે પણ વધુ સારા સ્વરૂપમાં. એન્ડ્રોઇડ 13 સંદર્ભે પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ એન્ડ્રોઇડ ડેવલપરો સુરક્ષિત શોર્ટ લેન્થ ડેટા ટ્રાન્સફ્ર પર કાર્ય કરી રહ્યા છે, જેનાથી આગામી સમયમાં ખૂબ જ ઝડપથી એકબીજાની નજીકમાં રહેલી મોબાઈલ ડિવાઈસ સુરક્ષિત રીતે સંચાર કરી શકશે ઉપરાંત ડેટા ટ્રાન્સફ્ર એનક્રિપ્ટેડ અને ઝડપી બની શકે છે.

(6) આઉટપુટ પીકરમાં આકર્ષક ફેરફરો : એન્ડ્રોઇડ 13માં આવી શકે તેવી શ્રોષ્ઠ સુવિધાઓમાંની એક સુવિધા આઉટપુટ પીકરમાં આવી રહેલા આકર્ષક ફેરફરો,જે યૂઝર્સને આઉટપુટ પીકર બદલવાની ઉત્તમ પ્રકારની તક પૂરી પાડશે. આઉટપુટ પીકરને સમજવા માટે એક ઉદાહરણ જાણીએ,ધારો કે તમે તમારા ફેન સાથે ઇયરફેન અથવા કોઈ પણ બ્લૂટૂથ ડિવાઇસ કનેક્ટ કરી છે, પરંતુ જો કોઈ પણ યૂઝર્સ ઓડિયોના આઉટપુટને ફ્ક્ત મોબાઇલ સ્પીકર પર જ બદલવા માંગે છે તો તે આ આઉટપુટ પીકર સુવિધાનો ઉપયોગ કરીને તે કાર્ય ખૂબ જ સહજતાથી કરી શકશે, સાથે જ મીડિયા પ્લેયરમાં પણ બદલાવ આવી રહ્યો છે, જેમાં કન્ટ્રોલ બટન અને ઉત્તમ પ્રકારના ગ્રાફિક્સનો સમાવેશ થઈ શકે છે, વધુમાં જે પણ ઓડિયો ડિવાઈસ એક્ટિવ હશે તેના પર ચેકમાર્ક આવી શકે છે, સાથે જ તેનો કલર પણ ગ્રે સ્કેલ હશે પરિણામે ડિવાઈસ યૂઝર્સ તે બાબતને ખૂબ જ સહજતાથી જાણી શકશે કે કઈ ડિવાઈસ હાલમાં એક્ટિવ છે.

(7) નોટિફ્કિેશન ફ્લ્ટિર : એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ શરૂઆતથી જ નોટિફ્કિેશનનું સંચાલન કરવાના સંદર્ભમાં 'આઈ ઓ એસ' ઓપરેટિંગ સિસ્ટમની તુલનાએ વધુ સારી રહી છે, જે છેલ્લા ત્રણ એન્ડ્રોઇડ વર્ઝનમાં નોટિફ્કિેશન ફ્લ્ટિરમાં થયેલા ફેરફરો પરથી સ્પષ્ટ થાય છે. એન્ડ્રોઇડ ડેવલપર સતત નોટિફ્કિેશન ફ્લ્ટિર ફીચર પર કાર્ય કરી રહ્યા છે. એન્ડ્રોઇડ 13ના ડેવલપર પ્રિવ્યૂ પરથી પણ એ બાબત વધુ સ્પષ્ટ થાય છે કે એન્ડ્રોઇડ 13ના ડેવલપર ઑપ્ટ-ઇન નોટિફ્કિેશન પર કામ કરી રહ્યા છે, જેના દ્વારા એ બાબત સ્પષ્ટ થશે કે મોબાઈલમાં સ્થાપિત એપ્લિકેશનોમાંથી કઈ એપ્લિકેશનનાં નોટિફ્કિેશન મેળવવા અને કઈ એપ્લિકેશનનાં નોટિફ્કિેશન અન્ય કાર્યમાં નડતર રૂપ ન બને તે રીતે ફ્લ્ટિર કરવા, તેની સારી રીતે ગોઠવણ કરી શકાય તે પ્રકારની ગોઠવણીઓ આવી શકે છે.

(8) મોબાઈલ ગેલેરીને મર્યાદિત કરવી : આપ સૌ જાણો છો કે જ્યારે મોબાઈલમાં કોઈ ચોક્કસ કેટેગરીની એપ્લિકેશનો સ્થાપિત કરવામાં આવતી હોય ત્યારે યૂઝર્સ પાસેથી ગેલેરીના એક્સેસ સંદર્ભે પરવાનગીઓ લેવામાં આવે છે, પરિણામે યૂઝર્સની ગેલેરીમાં રહેલા ફેટા ખાનગી ન રહેતા પબ્લિક ડોમેઈન મોડમાં ચાલ્યા જાય છે, પરંતુ એન્ડ્રોઇડ 13માં યૂઝર્સ પાસે એક વધુ સુરક્ષા માપદંડના વિકલ્પ ઉપલબ્ધ હશે, જેનાથી યૂઝર્સ કોઈ ચોક્કસ પ્રકારના ફેટોગ્રાફ્સને કે વીડિયોને એક્સેસ કરવાની પરવાનગી સ્થાપિત થતી એપ્લિકેશનોને આપવા માંગતો ન હોય તો તે માટેના વિકલ્પો ઉપલબ્ધ હશે, પરિણામે યૂઝર્સની ખાનગી વિગતો ખાનગી જ રહેશે.


Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags