અબતક

258k Followers

જૂની પેન્શન યોજનાથી કર્મચારીઓને મળતી હતી નિવૃત્તિ પછીની જીવન નિર્વાહ સુરક્ષા

25 Aug 2022.5:14 PM

ત તા. 1/4/2004 પછી સરકારી નોકરીમાં નિમણુંક પામનાર કર્મચારીને જુની પેન્શન યોજનાના લાભો મળતા બંધ થતાં ભાવિ અંધકારમય: નવી પેન્શન યોજનાનો સર્વત્ર વિરોધ

જૂની પેન્શન યોજના તા.1-4-2005 પછી સરકારી નોકરીઓમાં નિમણુંક થનાર માટે બંધ કરવામાં આવી છે. 1-4-2005 પહેલા સરકારી નોકરી ઉપર નિમણુંક પામેલ નોકરિયાત જ્યારે નિવૃત થાય ત્યારેછેલા પગારના 50 ટકા રકમ દર માસે આજીવન આપવાની જોગવાઈ છે એટલે કે, સરકારી નોકરિયાત જ્યારે નિવૃત થાય ત્યારે તેનો છેલ્લો પગાર ધારોકે 10 હજાર હોય તો નિવૃત થનાર સરકારી નોકરિયાતને છેલ્લાં પગારના 50 ટકા રકમ એટલે કે 5 હજારનું પેન્શન તેમને દર માસે આજીવન મળતું હતું.

પેન્શન પાત્ર સરકારી નોકરીયાત જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની પત્નીને એ જીવે ત્યાં સુધી છેલ્લાં પગારની 30 ટકા રકમ એટલે કે, 3 હજાર મળતી હતી.

પેન્શન મેળવનાર વ્યક્તિ પોતે મૃત્યુ પામે ત્યાર પછી એમના સંતાનોને 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જેટલાં સંતાનો હોય તેમને આ 30 ટકા રકમ આજીવન મળતી હતી.

આ છેલ્લાં પગારની રકમ અને ગ્રેચ્યુટીની રકમ એટલે કે, જેટલાં વર્ષની નોકરી હોય એટલા માસનો પગારની અડધી રકમ વધુમાં વધુ 33 માસના પગારની અડધી રકમ તેમને મળવાપાત્ર હતી.

એટલે કે, છેલ્લો પગાર 10 હજાર હોય તો જેટલાં વર્ષની નોકરી કરેલ હોય તેટલા માસ પરંતુ વધુમાં વધુ 33 માસના પગારની અડધી રકમ મળવા પાત્ર હતી.

"જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન મળતું હતું. નવી પેન્શન યોજના પ્રમાણે, દર મહિને કર્મચારીના પગારના દસ ટકા અને સરકાર દ્વારા દસ ટકા પેન્શન ભંડોળમાં ઉમેરાય છે. આ નાણાંનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે."

" આધારિત આ રોકાણમાંથી નિવૃત્તિ વખતે 60 ટકા રકમ કર્મચારીને આપી દેવામાં આવે છે. બાકીની 40 ટકા રકમ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે તેના વ્યાજમાંથી મળતી રકમ દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે."

"ધારો કે નિવૃત્તિ સમયે 20 લાખ એકઠા થયા તો 12 લાખ રૂપિયા કર્મચારીને રોકડા મળી જાય છે અને આઠ લાખના વ્યાજમાંથી મહિને જે રકમ મળે તે દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે."

"નવી પેન્શન વ્યવસ્થા શેરબજાર પર આધારિત હોવાથી કેટલું પેન્શન મળશે તેને લઈને પણ અનિશ્ચિતતા રહે છે. જેમ કે યુક્રેન યુદ્ધ પહેલાં પેન્શન મળતું હતું તેમાં શેરબજાર ગબડતાં ઘટાડો થયો હશે. છેલ્લાં બે વર્ષમાં નિવૃત્ત થતાં કર્મચારીઓને બે-ત્રણ હજાર રૂપિયા પેન્શન મળતા જોયા પછી નવી પેન્શન યોજનાને લઈને ભ્રમ ભાંગી ગયો છે."

જૂની અને નવી સ્કીમ વચ્ચેનો તફાવત 60 વર્ષ પછી જીવનનિર્વાહનો પ્રશ્ન આવીને ઊભો છે.

નવી પેન્શન સ્કીમમાં કેટલું પેન્શન મળશે તે અંગે રહસ્ય હતું. નવી પેન્શન સ્કીમ હેઠળ છેલ્લાં બે-એક વર્ષથી કર્મચારીઓ રિટાયર્ડ થઈ રહ્યા છે ત્યારે આ રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે.

"હવે લોકોને લાગી રહ્યું છે કે તેમની સાથે છળ થયું છે."

"આઘાતજનક પરિણામ દર્શાવતાં વાસ્તવિક ઉદાહરણો જોઈએ તો, બેબી ગોપાલ કૃષ્ણન સિનિયર એકાઉન્ટન્ટ તરીકે 2017માં સેવા નિવૃત્ત થયા હતા. તેમનો છેલ્લો પગાર 32,900 હતો. નવી પેન્શન સ્કીમ હેઠળ તેમને 1650 રૂપિયા પ્રતિ માસ પેન્શન મળી રહ્યું છે. જૂની પેન્શન સ્કીમ હેઠળ તેમને પેન્શન પ્રતિમાસ 16,450 રૂપિયા વત્તા ડીએ મળવાપાત્ર હતું."

"નવી પેન્શન સ્કીમ શેરબજાર પર આધારિત છે અને તેમાં કર્મચારીઓની કોઈ સંમતિ લેવામાં આવતી નથી. પગારમાંથી માસિક દસ ટકાની કપાત પણ ફરજિયાત છે." જૂની પેન્શન સ્કીમમાં નવા પગારપંચના લાભો મળે છે જે નવી પેન્શન સ્કીમમાં મળતા નથી.

પેન્શન યોજના 1881માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી

પેન્શન યોજના 1881માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી. પારિવારિક ધંધામાં પણ તે ધ્યાન નથી આપી શકતા.

"સરકારી કર્મચારીની અન્ય પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. આ કારણે સરકારી કર્મચારીની નિવૃત્તિની વય સુધીમાં એક જ વિષયમાં નિષ્ણાત હોય છે."

આ સ્થિતિમાં નિવૃત્તિ પછી કર્મચારીનું શું? એ પ્રશ્નને ધ્યાનમાં રાખીને તેમના નિવૃત્તિ પછીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પેન્શન યોજના લાવવામાં આવી હતી, જેને વર્ષ 2004થી બંધ કરવી દેવામાં આવી.

સરકારી બેન્કોમાં 2009 સુધી જૂની પેન્શન સ્કીમ ચાલુ હતી તે પછીથી બેન્કોમાં પણ બંધ કરી દેવામાં આવી. જૂના ધારાસભ્યોને પેન્શન મળે છે પરંતુ 2009 પછીના ધારાસભ્યોમાં પણ જૂની પેન્શન સ્કીમ હઠાવી લેવામાં આવી છે.

સરકારની એવી દલીલ છે કે 'જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાથી સરકારને બહુ આર્થિક નુકસાન જાય છે. કર્મચારીઓ જેટલું લાંબું જીવે એટલું સરકારી તિજોરી માથે ભારણ વધે. ઘણી વાર તો કર્મચારીને ચૂકવેલા પગાર કરતા પેન્શન વધી જાય છે.'

જૂની પેન્શન સ્કીમમાં ઉંમર પ્રમાણે પેન્શનની ટકાવારી હતી. ઉદાહરણ તરીકે 75 વર્ષથી ઉપર ગયેલા નિવૃત્ત કર્મચારીને પગારના 60 ટકા પેન્શન મળે અને 85 વર્ષ ઉપર જાય તો પેન્શન 80 ટકા થઈ જાય.

આ બધાં કારણો આગળ ધરીને સરકારે જૂની પેન્શન યોજના નાબૂદ કરી છે.

"વાજપેયી સરકારના સમયમાં 2004માં નવી પેન્શન સ્કીમ લાગુ પાડવામાં આવી. જે રાજ્યોમાં ભાજપની સરકાર હતી ત્યાં નવી પેન્શન સ્કીમ લાગુ પડતી ગઈ. છેલ્લે 2018માં ઉત્તરપૂર્વનાં રાજ્યો મણિપુર અને નાગાલેન્ડમાં પણ લાગુ પાડી દેવાઈ."

રાજ્યના કર્મચારીઓનું પેન્શન રાજ્ય સરકારનો વિષય છે અને કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન કેન્દ્ર સરકારનો વિષય છે. રાજ્યના કર્મચારીઓને રાજ્યની તિજોરીમાંથી જ નાણાં આપવામાં આવે છે.

રાજસ્થાન સરકારે જુની પેન્શન યોજના લાગુ કરી એટલે સાબિત થયું કે પેન્શન રાજયનો વિષય છે.

નવી પેન્શન યોજના અંતર્ગત ગઙજ હેઠળ ભેગી થયેલી તમામ રકમ પૈકી 60 ટકા રકમ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ વખતે એકસામટી મળી જતી હોય છે, પરંતુ તેમાં દસ ટકા ફાળો તો કર્મચારીનો જ છે. જ્યારે અગાઉની યોજનામાં આવું નહોતું. તેમજ જરૂરિયાત પડે ત્યારે આ ભંડોળમાંથી નાણાં ઉપાડવાની પણ કોઈ જોગવાઈ નથી.

તેમણે કહ્યું કે, "જૂની પેન્શન યોજનામાં પેન્શનની કુલ રકમમાં મોઘવારી ભથ્થાનો લાભ મળતો જે હાલની યોજનામાં નથી મળતો. તેમજ આ લોકોની મરણમૂડી છે અને તેને શેરબજારમાં રોકવામાં આવે છે, જેના કારણે બજારનાં પરિબળોની માઠી અસર પેન્શનની કુલ રકમ પર પડવાની સંભાવનાથી કર્મચારીઓની ચિંતામાં વધારો થયો છે."

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પશ્ચિમ બંગાળ જ એકમાત્ર એવું રાજ્ય છે જેમણે જૂની પેન્શન સ્કીમ જ ચાલુ રાખી છે, નવી પેન્શન સ્કીમ અપનાવી નથી. હવે રાજસ્થાનનો પણ તેમાં સમાવેશ થવા જઈ રહ્યો છે.

'પરંતુ બે-એક વર્ષોથી નવી પેન્શન યોજનાનાં પરિણામો આવવાનું શરૂ થયાં અને 1200-1500 રૂપિયાના પેન્શન મળવાના સમાચારો સામે આવતાં તેઓ સફાળા જાગ્યા છે."

નવી પેન્શન યોજના સરકાર માટે પણ નુકસાનકારક માનવામાં આવે છે. શેરબજાર આધારિત આ વ્યવસ્થા સંપૂર્ણ અસુરક્ષિત અને અસ્થિર છે. સરકારે આ ફંડમાં દસ ટકા નાણાં ઉમેરીને એનએસડીએલમાં જમા કરાવી દેવાં પડે છે.

"ભૂતકાળમાં સરકાર વિકાસ કાર્યોમાં પેન્શન યોજનાનાં નાણાં વાપરી શકતી હતી. કર્મચારીના દસ ટકાથી લઈને 50 ટકા સુધી જમા કરાવી શકતા અને એ નાણાં સરકાર પાસે રહેતાં હતાં."

"જૂની પેન્શન યોજના ચાલુ કરવી જોઈએ. પેન્શનથી લોકો નિશ્ચિંત રીતે જીવન જીવી શકે છે. "

"પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઇટી પછી પેન્શન ત્રીજો નિવૃત્તિ લાભ છે. 60 વર્ષ પછી પેન્શન આપીને દેશની 40 કરોડની વસ્તી અને એમના પરિવારને શાંતિ પ્રદાન કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પણ સારું પેન્શન મળવું જોઈએ."

"ઔધોગિક કર્મચારીઓ માટે પેન્શનની સારી યોજના નથી. મારા પિતરાઈ ભાઈ અમદાવાદની જાણીતી ટેક્સ્ટાઇલ મિલમાં 35 વર્ષ સુધી ટેક્સ્ટાઇલ ઇજનેર તરીકે સેવા આપીને નિવૃત્ત થયા. નિવૃત્તિ વખતે તેમનો પગાર 70 હજાર જેટલો હતો અને તેમને હાલ પેન્શન તરીકે 2,625 રૂપિયા મળે છે. આ મજાક છે."

જુની પેન્શન યોજના

(1) પેંશન માટે પગારમાંથી કોઇ કપાત કરવામાં આવતી નથી.

(ર) GPR (ૠજ્ઞદિ.ં ઙજ્ઞિદશમયક્ષિં ઋીક્ષમ)ની સુવિધા ઉપલબ્ધ છે.

(3) એક સુરક્ષીત પેંશન યોજના છે.

(4) નિવૃત્તિ સમયે છેલ્લા પગારના 50 ટકા રકમ પેંશન તરીકે પ્રાપ્ત થવાની ગેરંટી છે.

(પ) મોંધવારી ભથ્થા (ઉઅ) તેમજ તેમાં દર છ માસે થતાં વધારાનો લાભ પણ મળવા પ્રાપ્ત છે.

(6) અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થાય છે.

(7) નિવૃત્તિ સમયે સમગ્ર જીવન પર્યત બજાવેલ સેવાના કદર રૂપે રૂપિયા 20 લાખ સુધીની ગ્રેજયુએટી મળવા પાત્ર છે.

(8) સેવા દરમ્યાન કર્મચારીનું અવસાન થતાં તેમનો પરિવાર સન્માન જનક રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે કુટુંબ પેંશનની જોગવાઇ કરેલ છે.

(9) સરકારની તિજોરી મારફત ચુકવણું કરવામાં આવે છે.

(10) નિવૃત્તિ સમયે પ્રાપ્ત GPR ના વ્યાજ પર કોઇપણ પ્રકારનો આવક વેરો લાગતો નથી.

(11) નિવૃતિ સમયે પેંશન પ્રાપ્ત કરવા માટે GPR ફંડ માંથી કોઇપણ પ્રકારનું રોકાણ કરવાનું હોતું નથી.

(1ર) 40 ટકા રકમ પેંશન રોકડ રૂપાંતર (Pension Commutation) અંગેની જોગવાઇ છે.

(13) નિવૃત્તિ બાદ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ છે.

નવી પેન્શન યોજના

(1) પગારમાથી 10 ટકા (Basic+DA) ની કપાત કરવામાં આવે છે.

(ર) GPR (Govt. Provident Fund) ની સુવિધા ઉપલબ્ધ નથી.

(3) શેર બજાર આધારીત અસુરક્ષીત યોજના છે.

(4) નિવૃત્તિ સમયે પેંશનની કોઇ ગેરંટી નથી. બને શકે કે તમામ રકમ ડુબી જાય

(પ) મોંધવારી ભથ્થા (DA) તેમજ તેમાં દર છ માસે થતાં વધારાનો લાભ પણ મળવા પ્રાપ્ત નથી.

(6) અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થશે નહીં.

(7) નિવૃત્તિ સમયે સમગ્ર જીવત પર્યત બજાવેલ સેવાની કોઇ કદર થતી નથી જેથી ગ્રેજયુટી તરીકે કોઇ રકમ મળવા પાત્ર નથી.

(8) સેવા દરમ્યાન કર્મચારીનું અવસાન થતા તેમનો પરિવાર સન્માન જનક રીતે જીવન નિર્વાહ કરી શકે તેની કોઇ ચિંતા સરકારને નથી માટે કુટુંબ પેંશનની જોગવાઇ કરેલ નથી.

(9) શેર બજાર એટલે કે સટ્ટા બજાર આધારીત ચુકવણું કરવામાં આવે છે. જે અનિશ્ર્વિતતાથી ભરપુર છે.

(10) નિવૃત્તિ સમયે પ્રાપ્ત શેર બજાર આધારીત રકમ પર આવક વેરો ચુકવવો પડશે.

(11) નિવૃતિ સમયે પેંશન પ્રાપ્ત કરવા માટે આપણા સમગ્ર કાર્યકાળ દરમ્યાન પેંશન ફંડમાં જમા કરેલ રકમના 40 ટકા રકમનું ફરજીયાત રોકાણ કરવું અનિવાર્ય છે.

(1ર) પેંશન રોકડ રૂપાંતર (Pension Commutation) અંગેની જોગવાઇ નથી.

(13) નિવૃતિ બાદ મેડીકલ ફેસિલિટીની કોઇપણ પ્રકારની સ્પષ્ટ જોગવાઇ નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: AbTak

#Hashtags