VTV News

1.2M Followers

ચીમકી / ગ્રેડ-પે નહીં વધારાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટાય, આરોગ્ય કર્મીઓએ મંત્રી ઋષિકેશ પટેલ સાથે કરી બેઠક

26 Aug 2022.5:11 PM

  • જિ.પં.ના આરોગ્યકર્મીઓની હડતાળ
  • આરોગ્ય મંત્રી સાથે કર્મચારી મંડળની બેઠક
  • સરકારે 3માંથી 2 માગનો કર્યો સ્વીકાર
  • ગ્રેડ-પે નહીં વધારાય તો આંદોલન નહીં સમેટાય

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે.

હાલ પંચાયત વિભાગમાં હડતાળનો દોર ચાલી રહ્યો છે. પહેલા તલાટીની હડતાળ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓ પોત-પોતાની માંગને લઈ 8 ઓગસ્ટથી રસ્તા પર ઉતરી ગયા છે.

ગ્રેડ-પે નહીં વધારાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટાયઃ આરોગ્યકર્મી
ત્યારે આજે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓની હડતાળનો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે કર્મચારી મંડળે બેઠક કરી છે. જેમાં સરકારે મુખ્ય 3 માંગ માંથી 2 માંગમાં હા ભરી છે જ્યારે ગ્રેડ પેની માંગ માટે સમિતિની રચના કરી છે. સાથે જ સરકારે 15 દિવસમાં 2 માંગણી માટે GR કરવાની ખાતરી આપી છે. પણ આરોગ્ય કર્મચારીઑ તેમજ કર્મચારી મંડળના આગેવાનો મુખ્ય માંગ ગ્રેડ પે વધારા પર અડગ છે. અને ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સરકાર ગ્રેડ પે મામલે GR નહીં કરે ત્યાં સુધી 16 હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાની લડત ચાલી રાખશે.

એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહીની શક્યતા
તો બીજી તરફ આરોગ્યમંત્રીએ બેઠકમાં હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. પણ મળતી માહિતી મુજબ હડતાળ નહીં સમેટાય તો કર્મચારીઓ પર કાર્યવાહી થવાના શક્યતાઓ સેવાઇ રહી છે. એપેડેમિક એક્ટ મુજબ આંદોલનકારી કર્મચારીઑ પર પગલા લેવાઈ શકે છે જે અનુસંધાને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના રણજીતસિંહ મોરીએ કહ્યું કે જો કોઈ પણ કર્મચારી પર કાર્યવાહી થશે તો ગાંધીનગરમાં 16 હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ધામા નાખશે.

કર્મચારીઓની માગ શું?

  • આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર
  • પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ
  • પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર
  • ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ હડતાળ
  • ગ્રેડ-પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત આરોગ્ય કર્મચારીઓની હડતાળ
  • 2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ કરી હતી
  • અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન
  • આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900 થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માગ
  • કોવિડ સમયમાં કરેલા કામનું ભથ્થુ આપવા માગ
  • ફેરણી ભથ્થુ (PTA) આપવા કર્મચારીઓની માગ

કોણ કોણ હડતાળમાં જોડાયું છે?
ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે જેઓ ખાસ કરીને ગ્રેડ પે વધારાની માંગ પર અડગ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags