સંદેશ

1.5M Followers

કર્મચારી સંગઠનો - મંત્રી કમિટી વચ્ચે બેઠક, કિસાન સંઘ બાકાત

08 Sep 2022.00:49 AM

  • આરોગ્ય અને વન કર્મીઓની હડતાલ યથાવત્
  • પ્રવક્તા મંત્રીએ કહ્યું- મર્યાદામાં રહીને સરકાર માગણીઓ ઉકેલાશે
  • ભારતીય કિસાન સંઘને કોઈ જ આમંત્રણ મળ્યુ નહોતુ

આંદોલનો ઠારવા પાંચ મંત્રીઓની કમિટી અને કર્મચારી સંગઠનો વચ્ચે બુધવારે બપોર પછી કલાકો સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો.

આ વખતે આંદોલન કરી રહેલા કર્મચારી આગેવાનોને સ્વર્ણિમ સંકૂલને બદલે મંત્રી નિવાસમાં બોલાવાયા હતા. બેઠકો બાદ તેના નિષ્કર્ષ સંદર્ભે સત્તવારપણે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અલબત્ત બુધવારે કેબિનેટ બાદ મંત્રી સમુહની બેઠકમાં ભારતીય કિસાન સંઘને કોઈ જ આમંત્રણ મળ્યુ નહોતુ.

ગુજરાત સરકારમાં શિક્ષક, તલાટી, ક્લાર્ક જેવા વર્ગ-3ના અનેકવિધ સંવર્ગોના કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ ભથ્થા, HRA, મેડિકલ ભથ્થુ, ફિક્સ વેતન પ્રથા નાબૂદી, જૂની પેન્શન યોજના, ઉચ્ચત્તર પગાર અને બઢતી જેવા પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન કરી રહ્યા છે. અત્યાર સુધી સંયુક્ત કર્મચારી મોરચા, મહામંડળના નેજા હેઠળ અંકબંધ રહેલા અનેક સંગઠનો, એસોસિએશનો અલગ થઈ રહ્યા છે. જેના કારણે બુધવારે પણ આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરો તેમજ વન રક્ષક- વનપાલની હડતાલ યથાવત રહી હતી.

કેબિનેટ બેઠક બાદ મિડીયા સમક્ષ આવેલા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ''કર્મચારી પ્રતિનિધીઓ સાથે વાતાઘાટો ચાલી રહી અને તેમની માંગણીઓ સંદર્ભે વ્યાજબી મર્યાદામાં રહીને ઉકેલવા સરકાર તૈયાર છે'' એમ કહ્યુ હતુ. 14 દિવસથી આંદોલન કરી રહેલા કિસાન સંઘના આગેવાનોને પણ ચર્ચા માટે બોલાવીશુ એમ તેમણે ઉમેર્યુ હતુ.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags