નવગુજરાત સમય

278k Followers

કર્મચારીને પેન્શન આપવાનો ઇનકાર ખોટું પગલું: સુપ્રીમ કોર્ટ

20 Sep 2022.09:45 AM

એજન્સી, નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'પેન્શન આપવાનો ઇનકાર ખોટું પગલું છે' અને તેના માટે નિવૃત્ત કર્મચારીને ખાવા પડતા કોર્ટના ધક્કા અને નાણાકીય ખર્ચને નજર અંદાજ કરી શકે નહીં. આમાં નાણાકીય અવરોધ સામેલ હોઇ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કાયદામાં સ્પષ્ટ છે કે સરકાર પેન્શન સહિતના નાણાકીય નિયમો ઘડે ત્યારે તેના એકથી વધુ અર્થઘટન થઈ શકે અને એ‌વું થાય ત્યારે કોર્ટનો ઝોક કર્મચારીની તરફેણમાં હોય એવા અર્થઘટન તરફ હોવો જોઇએ.

જસ્ટિસ ઇંદિરા બેનરજી અને જે કે માહેશ્વરીની બેન્ચે હાઇકોર્ટના આદેશ સામે રાજસ્થાન સરકારની અપીલ ફગાવી દીધી હતી. જેમાં રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ડિરેક્ટર (એગ્રો ઇન્ડસ્ટ્રીઝ)ને પેન્શન આપવાના સિંગલ જજના ચુકાદાને પડકારતી રાજ્ય સરકારની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

બન્ચે જણાવ્યું હતું કે, 'આ કેસમાં રિટ પિટિશન કરનાર પેન્શનનો દાવો કરે છે, જે આજીવન મળતો લાભ છે. પેન્શન આપવાનો ઇનકાર ખોટું પગલું છે. આ કોર્ટ નિવૃત્ત કર્મચારીને કોર્ટમાં ન્યાય માંગવા માટે ખાવા પડતા ધક્કાને પણ નજર અંદાજ કરી શકે નહીં. જેમાં નાણાકીય ખર્ચ પણ સામેલ છે.' કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'કાયદામાં સ્પષ્ટ છે કે સરકાર પેન્શન સહિતના નાણાકીય નિયમો ઘડે ત્યારે તેના એકથી વધુ અર્થઘટન થઈ શકે અને એ‌વું થાય ત્યારે કોર્ટનો ઝોક કર્મચારીની તરફેણમાં હોય એવા અર્થઘટન તરફ હોવો જોઇએ.' બેન્ચે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે નિયમ ૨૫(૨)ના હેતુ આધારિત અર્થઘટનને આધારે ન્યાયસંગત ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 'અમને હાઇકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો કોઇ આધાર જણાતો નથી. એટલે સ્પેશિયલ લીવ પિટિશનને ફગાવી દેવામાં આવે છે.' બેન્ચે જણાવ્યું હતું કે, રાજ્ય બંધારણની કલમ ૧૪થી ૧૬ હેઠળ તેના કર્મચારીઓના મૂળભૂત અધિકારો સાથે બંધાયેલું છે. હવે એ સ્પષ્ટ છે કે, બંધારણની કલમ ૧૪થી ૧૬ હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થયું છે.' ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત કર્મચારી માટે પેન્શન હંમેશા માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Navgujarat Samay

#Hashtags