VTV News

1.2M Followers

અનરાધાર / ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી, આ જિલ્લાઓમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

11 Sep 2022.08:45 AM

  • ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
  • બંગાળની ખાડીમાં હળવું દબાણ સક્રિય
  • દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ

રાજ્ય (Gujarat)માં ફરી વરસાદી માહોલ જામ્યો છે. એવામાં ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ડાંગ, જૂનાગઢ, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં હળવુ દબાણ સક્રિય હોવાથી વરસાદ પડી શકે છે. 14 સપ્ટેમ્બર સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકામાં અતિથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 14 સપ્ટેમ્બર સુધી વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે.

આગામી 12, 13, 14 સપ્ટેમ્બરે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ, 13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં ચાલુ સિઝનમાં પડ્યો 103.21 ટકા વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 103.21 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84.24 ટકા, દક્ષિણ ગુજરાતમાં 113.07 ટકા, કચ્છમાં 157.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.71 ટકા અને સૌરાષ્ટ્રમાં 91.15 ટકા વરસાદ પડ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags