VTV News

1.2M Followers

અલગ 'મત' / સરકારી કર્મચારીઓની 15માંથી 14 માંગ સ્વીકારી, મુખ્ય માંગ તો લટકતી જ રહી, આંદોલન યથાવત્ રહે તેવા એંધાણ

16 Sep 2022.8:00 PM

  • સંયુક્ત મોરચાની માંગણીઓને લઇ સરકારે કરી જાહેરાત
  • કેટલીક માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમાં રોષ
  • કર્મચારી મહામંડળે સરકારની જાહેરાત સ્વીકારતા રોષ

ગુજરાત સરકારે 9 લાખ કર્મચારીઑ માટે સાતમા પગાર પંચથી માંડી પડતર 14 જેટલા પ્રશ્નોનું નિવારણ લાવી દીધું છે.

પણ સરકારી કર્મચારીઓનું મુખ્ય માંગ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેણે હજુ પણ ઊભીને ઊભી રાખી છે. એટલે કે ઠરાવનો સ્વીકાર કરી વિચારણામાં મૂકી દીધી છે. આથી કર્મચારીઓ સોશિયલ મીડિયા થકી અલગ અલગ રીતે વિરોધ ઠાલવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા એ પણ આડકતરી ચીમકી આપવામાં આવી છે કે આજે જાહેર કરાયેલા નિર્ણયોનો તો જ લાભ મળશે જ્યારે સોમવારથી કર્મચારીઓ હાજર થઈ જાય.

ગાંધીનગરમાં કર્મચારીઑએ એકઠા વ્યક્ત કરી રોષની લાગણી
બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા કર્મચારી માટેના નિર્ણયોને લઈ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. પણ કેટલીક માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતે કર્મચારીઓએ કર્મચારી મહામંડળે સરકારની જાહેરાત સ્વીકારતા મુખ્ય માંગ જૂની પેન્શન યોજનાની બાબતે વિરોધ કર્યો છે. કાલનો માસ સીએલ પર ઉતારવાનો કાર્યક્રમ યથાવત રહે તેવા એંધાણ વર્તાઈ ચૂક્યા છે.

કઈ કઈ માંગો સરકારે સ્વીકારી?

  • ૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે.
  • કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૯ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.
  • કર્મચારીઓને રૂ.૩૦૦ ને બદલે રૂ.૧૦૦૦ મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.૮ લાખ અપાતી હતી તે વધારીને રૂ.૧૪ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે ૫૦ ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાને બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.૬ લાખ જેટલો સંભવતઃ ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
  • મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ ૧૮૦ દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.
  • વર્ષ ૨૦૦૬ પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૭ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૬ પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.૧લી એપ્રિલ ૨૦૧૯ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.
  • આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવશે. તા.૨૭ એપ્રિલ ૨૦૧૧ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.
  • રાજય સરકાર દ્વારા લેવાયેલા આ કર્મચારી હિતલક્ષી નિર્ણયો માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags