WATCH GUJARAT

25k Followers

આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર 56 દિવસ બાદ લાગ્યું પૂર્ણવિરામ, જાણો કઈ માંગ સ્વીકારાઈ

03 Oct 2022.11:09 AM

  • ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ
  • છેલ્લા 56 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર હતા
  • પોતાની પડતર માંગણીઓમાંથી રાજ્ય સરકારે 2 માંગ સ્વીકારી
  • અન્ય એક માંગણી માટે કમિટી બનાવવામાં આવશે

પોતાની વિવિધ પડતર માગને લઇ આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી હડતાળ પર હતા.

ગ્રેડ પે સહિતની પડતર માગણીઓને લઇને આરોગ્યકર્મીઓ લડત ચલાવી રહ્યા હતા. ત્યારે આજરોજ તેમની 3 માંગણીઓમાંથી 2 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા માનવામાં આવી છે. જેથઈ આજરોજ છેલ્લા 56 દિવસથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, પોતાની વિવિધ પડતર માગને લઇ આરોગ્ય કર્મચારીઓ 56 દિવસથી હડતાળ પર હતા. ગ્રેડ પે સહિતની પડતર માગણીઓને લઇને આરોગ્યકર્મીઓ લડત ચલાવી રહ્યા હતા. આરોગ્ય કર્મીઓની માગણી હતી કે, અન્ય રાજ્યોમાં આરોગ્ય કર્મીઓને સારું વળતર મળે તો ગુજરાતમાં કેમ નહીં. તેની સાથે તેમની માંગ હતી કે,130 દિવસ કોરોનાના સમયે કામગીરી કરી તેનો પગાર અને 0 કિલોમીટર પીટીએના ભથ્થામાં વધારો કરો. આમ, પોતાની ત્રણ પડતર માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ કરી રહ્યા છે. જો કે, લાંબા સમય સુધી આરોગ્ય કર્મીઓએ ચલાવેલી હડતાળ બાદ અંતે સરકારે તેમની 2 માંગણીઓ માની લીધી છે. જ્યારે અન્ય એક માંગણીને લઈને 15 દિવસમાં કમિટી બનાવવામાં આવશે.

મહત્વનું છે કે, વિવિધ માંગણીઓને લઈ સરકારે સંમતિ દર્શાવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે હડતાળ વિરામની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સાથે થયેલી મુલાકાત બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે હડતાળને વિરામ આપી આજથી ફરજ પર હાજર થવા આરોગ્યકર્મીઓને આદેશ કર્યો છે. સાથે જ નક્કી કરેલા ઠરાવો અને નિર્ણયો જો સમયસર નહીં થાય તો ફરીથી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Original article: આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર 56 દિવસ બાદ લાગ્યું પૂર્ણવિરામ, જાણો કઈ માંગ સ્વીકારાઈ

©2022 Watch Gujarat News : LIVE LATEST TODAY Online. All Rights Reserved.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Watch Gujarat

#Hashtags