GSTV

1.3M Followers

WhatsAppનું નવું સિક્યોરિટી ફીચર! હવે ફોટો-વીડિયોનો નહીં લઈ શકાય સ્ક્રીનશોટ, આ રીતે કરશે કામ

05 Oct 2022.4:28 PM

WhatsApp તેના યુઝર્સ માટે Screenshot Blocking ફીચર લાવ્યું છે. આ ફીચર યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર ઘણા સમયથી ચર્ચામાં હતું. કંપની લાંબા સમયથી તેનું ટેસ્ટિંગ કરી રહી હતી અને હવે આ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં, આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. સ્ક્રીન બ્લોકીંગ ફીચરની મદદથી યુઝર્સ એકવાર વ્યુ વન્સ તરીકે મોકલવામાં આવેલ વીડિયો અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.

WABetainfoના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે સ્ક્રીનશોટ બ્લોકિંગ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, WhatsApp View One Photos and Videosનું નવું વર્ઝન રિલીઝ કરવા જઈ રહ્યું છે.

તેનો હેતુ યુઝર્સને સ્ક્રીનશૉટ્સ લેવા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરતા અટકાવીને યુઝર્સની પ્રાઇવેસીમાં સુધારો કરવાનો છે. હાલમાં, આ સુવિધા ફક્ત કેટલાક બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ માટે યુઝર્સે Google Play Store પરથી WhatsAppનું લેટેસ્ટ બીટા વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.

સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર કેવી રીતે કામ કરશે?

જો યુઝર View One તરીકે ફોટો કે વીડિયો મોકલે છે, તો સ્ક્રીનશોટ લેનાર યુઝરને એક એરર દેખાશે, જેમાં Cant Take Screenshot Due to Security Policy લખેલું હશે. આટલું જ નહીં, જો કોઈ યૂઝર થર્ડ પાર્ટી એપથી સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરશે તો તેને સ્ક્રીન બ્લેક દેખાશે.

ફોટા અને વિડિયો માટે સુવિધાઓ

જો કોઈ તમારા મેસેજનો સ્ક્રીનશોટ લે છે, તો તે તમને ક્યારેય સૂચના મોકલશે નહીં. જો કે, સ્ક્રીનશોટ સીધા પ્રાઇવેસી હેઠળ અવરોધિત કરવામાં આવશે. નવું ફીચર માત્ર ફોટો અને વીડિયો માટે છે. જેથી યુઝર્સ વાતચીતનો સ્ક્રીનશોટ લઈ શકે. આ સિવાય યુઝર્સ હંમેશની જેમ ફોટો અને વીડિયો ફોરવર્ડ, સેવ કે એક્સપોર્ટ કરી શકતા નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags