ABP અસ્મિતા

414k Followers

DA Hike : PM મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને આપી દિવાળીની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

28 Sep 2022.1:07 PM

વી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો છે. તેમજ મફત અનાજ યોજનાનો કાર્યકાળ વધુ ત્રણ મહિના માટે લંબાવાયો છે. આ નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો છે.

મોદી સરકારે એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળીની ભેટ આપી છે.

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવાયો છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો છે. મોંઘવારી ભથ્થુ 34 ટકાથી વધારીને 38 ટકા કરાયું છે. આ વધારો જુલાઇથી લઈને ડિસેમ્બર 2022 સુધી લાગુ પડશે. આ વધારો 7માં કેન્દ્રીય પગાર પંચની ભલામણથી સ્વીકૃત ફોર્મુલા આધારે સ્વીકારાયો છે.

જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. ૨૯ સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર. પ્રધાનમંત્રી મોદીનુ સુરત ખાતે સવારે ૧૧.૧૫ કલાકે આગમન થશે. સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે. સુરતથી ૧ વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે. ૨૯ સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન. ભાવનગરમા બપોરે ૨ થી ૩ વાગ્યા સુધી રોકાશે પ્રધાનમંત્રી મોદી. સાંજે ૪ વાગે અમદાવાદ મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થશે .

અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ૨૯મી તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. ૨૯ તારીખે સાંજે ૭ વાગે નેશનલ ગેમ્સ ના કાર્યક્રમમાં આપશે હાજરી . પીએમ ૨૯મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી. ૨૯મી એ રાત્રે ૯ વાગે જીએમડીસી ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી. પીએમ મોદી ૨૯ સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ.

૩૦ સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ. ૩૦મીએ સવારે ૧૦.૧૫ કલાકે વંદે ભારત ટ્રેન ને કરાવશે ફ્લેગ ઓફ. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પીએમ. કાલુપુરથી સવારે ૧૧.૩૦ કલાકે મેટ્રો ટ્રેનના ૨ રૂટની પ્રધાનમંત્રી શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે ૧૨.૩૦ વાગે સભાને સંબોધશે પીએમ.

અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સાંજે ૩.૩૦ કલાકે દાંતા જવા રવાના થશે પીએમ. દાતા સાંજે ૪.૪૫ ખાતે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ૩૦ તારીખે પીએમ અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદિરે દર્શન કરી સાંજે ૭ વાગે ગબ્બર ખાતે દર્શન કરશે પીએમ મોદી. રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags