VTV News

1.2M Followers

BIG NEWS / ચૂંટણી પહેલા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ફાજલ થતા શિક્ષકો અટકશે

28 Sep 2022.1:44 PM

  • શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
  • અનુદાનિત શાળામાં વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરાઇ
  • શિક્ષણ વિભાગના નિર્ણયથી રાજ્યમાં ફાજલ થતા શિક્ષકો અટકશે

શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા રાજ્યની અનુદાનિત શાળામાં વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ છે.

વર્ષ 2022-23 માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિધાર્થીઓની સંખ્યા શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરી દેવાઇ છે. જેના લીધે શિક્ષકોને મોટો ફાયદો થશે. કારણ કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યમાં ફાજલ થતા શિક્ષકો અટકશે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 1574 વર્ગનો ઘટાડો અટકશે

તમને જણાવી દઇએ કે, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અનુદાનિત શાળામાં 42+25 વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ છે. જે અગાઉ શહેરી વિસ્તારમાં વર્ગમાં 60+42ની સંખ્યા હતી.
ગ્રામ્ય વિસ્તારમાં 60-24ની જગ્યા 42-18 વિધાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ. આથી, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 1574 વર્ગનો ઘટાડો અટકશે.

તાજેતરમાં જ શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવાની કરી હતી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક સપ્તાહ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતીને લઇને મહત્વનો નિર્ણય લીધો હતો. જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, 'આવનારા સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.'

આગામી સમયમાં TET પરીક્ષાનું પણ આયોજન કરાશે

TET પરીક્ષાને લઇને પણ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, 'છેલ્લા 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ. આથી આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.'

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags