VTV News

1.2M Followers

ટેકનોલોજી / JIO ની જોરદાર ઑફર: સ્માર્ટફોન કરતાં પણ સસ્તું લેપટોપ JioBook લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

20 Oct 2022.4:52 PM

  • JIO એ દિવાળી પર આપી ખુશખબર
  • પોતાનો ઓફિશિયલ ફર્સ્ટ લેપટોપ કર્યો લોન્ચ
  • અફોર્ડેબલ ભાવની સાથે 4G LTEનો સપોર્ટ

Jio Book launch: જીઓએ પોતાનો સસ્તો લેપટોપ ઓફિશિયલી લોન્ચ કરી દીધો છે. હવે JIO BOOK તમામ લોકો માટે માર્કેટમાં ઉપલબ્ધ થશે.

આ ડિવાઇઝ એ લોકો માટે એક સારો વિકલ્પ છે જેમને વ્યાજબી ભાવે સારો લેપટોપ ખરીદવો છે. Jio Bookને તમે હવે રિલાયન્સ ડિજિટલ સ્ટોરથી ઑનલાઇન ખરીદી શકશો.

જાણો JIO BOOK વિષે
જીઓનો આ લેપટોપ દમદાર બેટરી ધરાવે છે. જેમાં ડિવાઇઝ 8 કલાકથી વધુ ચાલી શકે છે. આ સિવાય તેમાં SIM કાર્ડ સપોર્ટ જેવાં અદભૂત ફિચર્સ છે. કોમ્પેક્ટ સાઇઝમાં આવતો આ લેપટોપ 11.5 ઇન્ચની ડિસ્પ્લે ધરાવે છે. થોડાં દિવસ પહેલાં જ આ ડિવાઇઝને GEM પોર્ટલ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો. તેનું વજન માત્ર 1.2 ગ્રામ છે. જો કે આ લેપટોપની કિંમત ખુબ ઓછી છે.

લેપટોપની કિંમત
જીઓ બુક હાલમાં એક કોન્ફિગ્રેશન એટલે કે રૂપરેખાંકનમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ લેપટોપને તમે માત્ર 15,799 રૂપિયામાં રિલાયન્સ ડિજિટલથી ઑનલાઇન ખરીદી શકશો. તેનાં પર બેંક ડિસ્કાઉન્ટ અને બીજી ઑફર્સ પણ મળે છે. આ સિવાય તમે આ ડિવાઇઝને નો-કૉસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. આ ડિવાઇઝ માત્ર બ્લૂ કલરમાં જ ઉપલબ્ધ છે.

આ લેપટોપનાં ફિચર્સ
આ એક LTE સપોર્ટેડ ડિવાઇઝ છે. એટલે તમે આ ડિવાઇઝમાં સીમ કાર્ડ પણ વાપરી શકશો. 11.5 ઇન્ચ સ્ક્રીન સાથે 1366 x 768 પિક્સલ રિઝોલ્યૂશનવાળી ડિસ્પ્લે મળે છે. આ લેપટોપ ઑક્ટાકોર CPU સાથે મળે છે જે JIO OS પર કામ કરે છે. આ ઑપરેટિંગ સિસ્ટમને ખાસ જીઓ બુક માટે ઓપ્ટેમાઇઝ કરવામાં આવ્યું છે.

પ્રિ-ઇન્સ્ટોલ્ડ એપનો મળશે ફાયદો
આ ડિવાઇઝમાં ઘણી બધી ઇનબિલ્ટ એપ મળે છે. જેમાં માઇક્રોસોફ્ટ ઑફિસની એપલિકેશનની સાથે જીઓ એપસ્ પણ ઉપલબ્ધ થશે. લેપટોપ પર જીઓ સાવન અને જીઓ સ્ટોરનો પણ એક્સેસ મળશે. યૂઝરે સીમકાર્ડ ફેસિલિટીને એક્ટિવેટ કરવા જીઓ સ્ટોપ પર જવું પડશે.

ડિવાઇઝમાં વેબકેમથી લઇ ઉત્તમ સ્પીકર ઉપલબ્ધ
જીઓબુક સ્ટીરિયો સ્પીકર અને 2 MPનાં વેબ કેમેરાં સાથે આવે છે. તેમાં 2 GB RAM, OCTA CORE - 2.0 GHz, 64 bit, GPU- 950 MHz પ્રોસેસર આપવામાં આવ્યું છે. 32 GBનાં સ્ટોરેજ વાળા આ લેપટોપમાં માઇક્રો એસડી કાર્ડની મદદથી 128 GB સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags