VTV News

1.2M Followers

ઇલેક્શન 2022 / BIG NEWS: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોનું આજે થઈ શકે એલાન, 3 વાગે ECની પ્રેસ કોન્ફરન્સ

04 Nov 2022.10:47 AM

  • આજે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
  • હિમાચલપ્રદેશની ચૂંટણીની તારીખની થઈ શકે છે જાહેરાત
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખના એલાનની પણ શક્યતા

મળતી જાણકારી પ્રમાણે, આજે બપોરે ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખોનું મહત્વનું એલાન ચૂંટણી પંચ કરી શકે છે.

15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થાય તેવી શક્યતા

ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રથી મળતી વિગત પ્રમાણે 15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે.નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે ગત ટર્મનાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકિય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

ચૂંટણીપંચે ગુજરાત પ્રવાસ દરમિયાન યોજી હતી પ્રેસ કોન્ફરન્સ
મહત્વનું છે કે 27 સપ્ટેમ્બરના રોજ ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ચૂંટણી પંચની તૈયારીઓની માહિતી આપતા કહ્યું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષોની તુલનામાં 934 મહિલાઓ છે. ગુજરાતમાં 11,800 મતદાતાઓ 100 વર્ષની ઉંમર ધરાવે છે. 10, ઓકટોબર, 2022ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 100 વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓછામાં ઓછા 50% બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં 51,782 બૂથ પર થશે મતદાન થશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા 7 બૂથ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ સંચાલિત હશે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, પીવાનું પાણી-શૌચાલયની વ્યવસ્થા હશે તથા દિવ્યાંગજનો માટે પણ સુવિધા કરાશે.

ઉમેદવાર ભૂતકાળ અપરાધિક છે તેની મતદારોને વિગત અપાશે
આ વખતે ઉમેદવાર તરીકે નામાંકન બાદ ત્રણ વખત ભૂતકાળ અપરાધિક ઉમેદવારોની સમાચાર પત્રોમાં જાહેરાત અપાશે. એફિડેવિટ ઓનલાઈન મુકવામા આવશે. ઉમેદવારની જાણકારી માટે ખાસ એપ્લિકેશન પણ બનાવાઇ છે. KYC કરેલી વિગતો યોર કેંડિડેટ એપ પર જાણી શકાશે. રાજકીય પક્ષોઓ ક્રિમિનલ ઉમેદવારો અંગે માહિતી આપવી પડશે. તેમજ ચૂંટણીપંચે પક્ષોને ટકોર કરતાં કહ્યું હતું કે શા માટે કોઈ બેઠક પર ક્રિમિનલને ટીકીટ આપવામાં આવી રહી છે.

ભાજપે ECને શું રજૂઆત કરી હતી?

  • ભાજપના નેતા ચૂંટણી અધિકારીને મળ્યા હતા
  • ભાજપે ચૂંટણીપંચને 23 સૂચનો કર્યા હતા
  • મતદાનના સમયમાં વધારો કરવા રજૂઆત કરી હતી
  • કામદારોને મતદાન માટે છૂટછાટ અપાવવા આપ્યું હતું સૂચન
  • સ્ટાર પ્રચારકોની સંખ્યા 40થી વધારવા કર્યું હતું સૂચન
  • સ્ટાર પ્રચારકોનો ખર્ચ પાર્ટી પર નાંખવા કર્યું હતું સૂચન
  • ઉમેદવારીપત્રની અંતિમ તારીખ, ચકાસણી વચ્ચે એક દિવસ અંતરાલનું સૂચન
  • મતદાન મથકથી કાર્યાલય 200 મીટરને બદલે 100 મીટર રાખવા સૂચન
  • ચૂંટણીની તારીખમાં લગ્ન-તહેવારોની સિઝનને ધ્યાનમાં લેવા સૂચન
  • PMની સભા દરમિયાન થતા ખર્ચ ઉમેદવારો પર ન બાંધવા સૂચન
  • કોંગ્રેસે ECને શું રજૂઆત કરી હતી?

કોંગ્રેસે ચૂંટણીપંચને રજૂઆત કરી હતી

  • મતગણતરીમાં બેલેટ પેપરની ગણતરી પહેલા થવી જોઈએ
  • મતદારયાદીમાં છબરડા જલ્દીથી દૂર કરવા
  • ચૂંટણીમાં ગેરરીતિ પર ગંભીર એક્શન લેવામાં આવે
  • ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવે
  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકસાથે ચૂંટણી થાય
  • દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી થાય
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags