સંદેશ

1.5M Followers

રાજ્ય સરકાર સંસ્કૃત શાળાઓને 100 ટકા ગ્રાન્ટ આપશે

15 Oct 2022.4:24 PM

  • રાજ્યમાં શિક્ષકોના અટકેલા બદલી કેમ્પ ફરી શરૂ થશે
  • વિદ્યાસહાયક માટે ખાસ બદલી કેમ્પ શરુ કરાશે
  • રાજ્ય સરકાર પ્રાચીન ગ્રંથોનું ડિજીટલાઈઝેશન કરશે

રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આગામી સમયમાં રાજ્યમાં ચાલી રહેલી સંસ્કૃત પાઠશાળાઓને 100 ટકા ગ્રાંટ આપવાનો નિર્ણય લીધો છે.

આ સાથે જ વિધાર્થીઓને ગણવેશ માટે રૂ. 4000ની સહાય આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અટકેલા જિલ્લાફેર બદલી કેમ્પોને પણ ફરીથી શરુ કરવાનો આદેશ આપ્યો છે.

રાજ્ય સરકારે આજરોજ જાહેરતા કરત કહ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલી સંસ્કૃત પાઠશાળાઓને 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓને 4000 રૂપિયા ગણવેશ માટે આપવામાં આવશે. રાજ્ય સરકારે લાઈબ્રેરીઓમાં સચવાયેલા પ્રાચીન ગ્રંથોનું ડિજીટલાઈઝેશન કરવાની જાહેરાત પણ કરી છે.

આ સાથે જ રાજ્ય સરકારે સરકારી કર્મીઓ અને વિદ્યાસહાયકો માટે જિલ્લાફેર બદલીની તારીખો પણ જાહેર કરી છે. આગામી 20 નવેમ્બરથી જિલ્લા આંતરિક બદલી કેમ્પ શરુ થશે. આ ઉપરાંત 6થી 8 ડિસેમ્બર દરમિયાન જિલ્લાફેર બદલી કેમ્પ યોજાશે. આ સાથે જ વધઘટ આંતરીક અરસ પરસ કેમ્પ 20 ઓક્ટોબરથી શરુ થશે જે મુજબ જિલ્લામાં આંતરીક બદલીઓ થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags