VTV News

1.2M Followers

BIG BREAKING / ગુજરાતમાં એક ઝાટકે 17 સિનિયર IPSની બદલી: સુરત, જૂનાગઢ, રાજકોટ, વડોદરાને મળ્યા નવા રેન્જ IG

24 Oct 2022.3:28 PM

  • રાજ્યમાં 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ
  • ગૃહવિભાગે આપ્યા 17 IPS અધિકારીઓની બદલીના આદેશ
  • IPS અધિકારીઓની બદલી સાથે બઢતી પણ કરવામાં આવી

ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ બેડાથી માંડીને મહેસૂલ વિભાગ સુધી રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે.

ત્યારે રાજ્યમાં વધુ એક વખત ચૂંટણી પહેલા ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. રાજ્યમાં કુલ 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. જેમાં રાજકુમાર પાંડિયનની અમદાવાદ રેલવેના ADGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અજય ચૌધરીને બન્યા અમદાવાદ સ્પેશિયલ બ્રાંચના JCP બનાવવામાં આવ્યા છે.

જુઓ કોની કઇ જગ્યાએ બદલી કરાઇ?

  1. રાજકુમાર પાંડિયનની અમદાવાદ રેલવેના ADGP તરીકે નિમણૂક
  2. ખુરશીદ એહમદને પ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં ADG બનાવાયા
  3. પિયુષ પટેલને સુરતના રેન્જ IG બનાવાયા
  4. અજય ચૌધરી અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના JCP બન્યા
  5. એમ.એ.ચાવડાની જૂનાગઢના IG તરીકે બદલી
  6. અશોક યાદવને રાજકોટના રેન્જ IG બનાવાયા
  7. સંદીપ સિંઘને વડોદરાના રેન્જ IG બનાવાયા
  8. ગૌતમ પરમારની ભાવનગર રેન્જ IG તરીકે બદલી
  9. ડી.એચ.પરમાર સુરતના નવા JCP બન્યા
  10. એમ.એસ.ભરાડાને અમદાવાદ સેક્ટર-2 એડિશનલ CP બનાવાયા
  11. ચિરાગ કોરડિયાની પંચમહાલ રેન્જ DIG તરીકે નિમણૂક
  12. મનોજ નિનામા વડોદરામાં ક્રાઈમ અને ટ્રાફિકના એડિશનલ CP બન્યા
  13. એ.જી.ચૌહાણની અમદાવાદ ટ્રાફિકમાં એડિશનલ CP તરીકે નિમણૂક
  14. આર.વી.અસારીને ઈન્ટેલિજન્સમાં DIG તરીકે જવાબદારી
  15. કે.એન.ડામોરની સુરત સેક્ટર-2માં એડિશનલ CP તરીકે બદલી
  16. સૌરભ તોલંબિયાને રાજકોટમાં ટ્રાફિક એડિશનલ CP બનાવાયા
  17. નિરજ બડગુર્જરને DIG તરીકે બઢતી અપાઈ, અમદાવાદ સેક્ટર-1 એડિશનલ CPની જવાબદારી સોંપાઇ

આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ

    તાજેતરમાં જ બિન હથિયારી 76 DySPની કરાઇ હતી બદલી

    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરમાં જ બિન હથિયારી 76 DySPની બદલી કરવામાં આવી હતી. જેમાં ખંભાળીયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી, બી.વી પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી, અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલી કરાઇ હતી. એની પહેલા IPS બાદ મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. એનાથી પણ થોડાક દિવસો અગાઉ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે. કલેક્ટરની બદલી તેમજ 26 મામલતદારોને પણ બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરાઇ હતી.

    Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

    #Hashtags