TV9 ગુજરાતી

412k Followers

ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલા મળશે કેબિનેટની બેઠક, ખેડૂતો માટે રૂ.500 કરોડના રાહત પેકેજની થઇ શકે છે જાહેરાત

26 Oct 2022.10:56 AM

વિધાનસભા ચૂંટણીની (Assembly elections) જાહેરાત પહેલા કેબિનેટની અંતિમ બેઠક મળવાની છે. શુક્રવારે એટલે કે 28 ઓક્ટોબરે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંતિમ કેબિનેટ બેઠક (Cabinet meeting) મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.

આ કેબિનેટ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા છે. આ પહેલાની કેબિનેટ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતને લઇને ડ્રાફ્ટ બની ચુક્યા છે. જેવા કે ખેડૂતોને લઇને રાહત પેકેજની જાહેરાતનું પ્રેઝન્ટેશન કેબિનેટમાં થવાનું છે. સાથે ચૂંટણીની આગામી રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ ની સમીક્ષા થશે

તો કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર તાજેતરમાં ભારે વરસાદથી જે-જે ખેડૂતોને નુકસાન થયું છે, તેઓની માટે રૂ. 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાન પાસે પાક નુક્સાનીના વળતર અંગેનો પ્રસ્તાવ પહોંચી ચૂક્યો છે અને શક્ય છે કે ગણતરીના કલાકોમાં નુક્સાની ભોગવી રહેલા ખેડૂતોને મોટી રાહત મળે તેમ છે. નોંધનીય છે કે ખેડૂતોને (Farmers) થયેલા નુકસાનને લઈને 1100 કરોડ રુપિયાથી વધુનું રાહત પેકેજ પ્રપોઝ કરવામાં આવ્યું છે. જો કે તેની સામે સરકાર 500 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે.

જ્યારે આચારસંહિતા લાગુ પડી જાય છે ત્યારે કોઇ નવી યોજના કે જાહેરાત સરકાર દ્વારા કરી શકાતી નથી. ત્યારે ચૂંટણી લક્ષી જે યોજનાઓ છે કે જાહેરાતો છે. તે આ સપ્તાહ સુધીમાં કે દિવાળી બાદ થઇ શકે તે માટેની કવાયત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 29 અને 30 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે PMના પ્રવાસને લઇને અંતિમ તબક્કાની તૈયારીઓ પર સમીક્ષા કરવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags