VTV News

1.2M Followers

BIG BREAKING / ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને મતગણતરી

03 Nov 2022.12:49 PM

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખને લઈ સૌથી મોટા સમાચાર
  • Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
  • 1 અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે મતગણતરી
  • ધારણાઓ મુજબ ગુજરાતમાં બે તબક્કામાં જ યોજાશે મતદાન

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

કોઈપણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે

મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ

  • ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
  • ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
  • 4.6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
  • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
  • દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
  • 50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે
  • જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
  • અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
  • અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક

દારૂની હેરાફેરી પર બાજ નજર રખાશે - કેન્દ્રિય ચૂંટણી પંચ

કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, તો સાથે સરહદ પર કડક વ્યવસ્થા કરવામાં આવશે, દારૂની હેરાફેરી પર ખાસ નજર કરવામાં આવશે.

2017ની તુલનાએ આ વખતે ટ્રાન્સ ઝેન્ડરની સંખ્યા બમણી - કેન્દ્રિય ચૂંટણી પંચ

For enhanced voting experience, 1274 polling stations will be completely managed by women & security staff. There will be 182 polling stations where one will be welcomed by PWD. For the 1st time, 33 polling stations will be set up &managed by youngest available polling staff: CEC pic.twitter.com/UZ0F2qfwOE

ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકોનો દોર શરૂ

રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ચૂંટણીને પગલે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની બેઠક મળવાની છે. ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા થશે. આ સાથે જિલ્લા અને શહેરી વિસ્તારના નામના મંથન માટે બેઠકનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, 3થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રભારીની બેઠકોનો દોર જોવા મળશે. જેમાં સંગઠનના હોદ્દેદારો સાથે પણ પ્રભારી બેઠક કરશે. આ સાથે સંકલન સમિતિમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા થશે. તો દાવેદારોની યાદી ચર્ચા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રીને મોકલાશે.

Union Home Minister and BJP leader Amit Shah chairs a meeting with party leaders in Gujarat's Gandhinagar #GujaratElections2022pic.twitter.com/k6FYSchSdx

અમિત શાહ પણ ગુજરાતમાં

વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલથી 4 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમિત શાહ મોરબીની મુલાકાત લેશે. જ્યાં તેઓ મોરબી દુર્ઘટનામાં મૃતક પામેલા મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી શકે છે. ત્યાર બાદ હવે અમિત શાહ 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. જેમાં દાવેદારી નોંધાયેલ ઉમેદવારોના મંથનમાં તેઓ હાજર રહેશે.

સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ 2 દિ ગુજરાતની મુલાકાતે

રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આજે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. સહ પ્રભારી સુધીર ગુપ્તા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. આગામી દિવસોમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. તેઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં બેઠક કરશે.

કોંગ્રેસના આ નેતાઓ નહીં લડે ચૂંટણી

ગુજરાત કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત કોંગ્રેસના 4 દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી નહિ લડે. જોકે આ તમામ નેતાઓ પ્રચારની કમાન સંભાળશે. વિગતો મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે.

કોંગ્રેસના આ નેતાઓ આ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે. આ સાથે છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા તો વડગામથી જીગ્નેશ મેવાણી ફરી ચૂંટણી લડશે. આ સાથે ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમ ફરી ચૂંટણી લડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags