VTV News

1.2M Followers

BIG NEWS / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્તમાન સરકારની આજે અંતિમ કેબિનેટ બેઠક, ચૂંટણીને લઈને મોટા એલાન સંભવ

29 Oct 2022.07:52 AM

  • ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક
  • ચૂંટણી પહેલા અંતિમ કેબિનેટ બેઠક મળશે
  • બેઠક બાદ થઈ શકે છે મોટા એલાન

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વધ્યો
ગુજરાતમાં ચૂંટણી માથે છે અને તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ પ્રચંડ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે બસ મતદાનની તારીખોની જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે.

એવામાં ગુજરાતમાં વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક આજે બપોરે અઢી વાગે મળવાની છે.

પ્રજાલક્ષી જાહેરાતો થાય તો નવાઈ નહીં
ચૂંટણી પહેલા સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં પ્રજાને લગતી મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. ચૂંટણીને અસર કરતાં તથા ખેડૂતોને લગતા કેટલાક મોટા નિર્ણયની આજે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.

પીએમ મોદી ગુજરાત પ્રવાસે
આ સિવાય મહિનાના અંતમાં પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે, વિવિધ સરકારી કાર્યક્રમો અને તેની રૂપરેખાને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે ત્યારે આજે મીડિયા જગતથી લઈને સૌ કોઇની નજર ગાંધીનગર પર રહેશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags