VTV News

1.2M Followers

LIST / મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકીના 47 મૃતકોની નામજોગ યાદી જાહેર

31 Oct 2022.01:03 AM

  • મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મોટા પાયે જાનહાની
  • મૃત્યુ પામેલા પૈકી 47 મૃતકોના નામજોગ યાદી જાહેર

મોરબીમાં પૂલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં પૂલ પરના આશરે 400થી 500 જણા પાણીમાં ખાબક્યા હતા. આ હોનારતમાં અત્યાર સુધી તંત્ર દ્વારા 47 લોકોના મોતની પૃષ્ટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જ્યારે મીડિયા અહેવાલો પ્રમાણે આ મોતનો આંકડો 90થી વધુ છે.

અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. દુર્ઘટનાને પગલે તુરંત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ઘટનાસ્થળે બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઑને જરુંરી સૂચનો કરી શક્ય તેટલી ઝડપથી તમામનું રેસ્ક્યૂ કરવા નિર્દેશ કર્યો હતો.

ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની પહેલી યાદી

  • 1.સુજલ હરેશભાઈ ચાવડા
  • 2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
  • 3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
  • 4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
  • 5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
  • 6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
  • 7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
  • 8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
  • 9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
  • 10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
  • 11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
  • 12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
  • 13.અનિસાબેન આરીફશા સાહમદાર
  • 14.આફ્રીદશા આરીફશા સાહમદાર
  • 15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
  • 16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
  • 18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
  • 19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
  • 20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
  • 22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
  • 23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
  • 24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
  • 25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
  • 26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
  • 27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
  • 28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
  • 29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
  • 30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
  • 31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
  • 32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
  • 33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
  • 34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
  • 35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
  • 36.હુસેન દાઉદભાઈ- રાપર
  • 37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
  • 38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
  • 39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
  • 40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
  • 41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
  • 42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
  • 43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
  • 44.મનસુખભાઈ છત્રોલા
  • 45.નૈતિક મહેશભાઈ સોઢીયા
  • 46.ભૂમિકાબેન રાયધનભાઈ
  • 47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તત્કાલ મોરબી પહોંચ્યા હતા. મોરબી પહોંચીને સૌ પ્રથમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થા અંગે તબીબો સાથે વાતચિત કરીને સમીક્ષા પણ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags