GSTV

1.3M Followers

વોટ્સએપમાં તમે 50 ગ્રુપ એડ કરી શકશો, 32 લોકો સાથે થશે વીડિયો કોલ, જાણો 10 મોટી વાતો

09 Nov 2022.4:45 PM

વોટ્સએપ યુઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે અનેક નવા ફિચર્સ જારી કરે છે. હાલમાં જ ઈન્સટન્ટ મેસેંજિગ પ્લેટફોર્મે કોમ્યુનિટી ફિચર રજુ કર્યું છે. જ્યાં યુઝર્સ એક સાથે 50 ગ્રુપ એડ કરી શકશે. આ ફિચર રોલઆઉટ થઈ ગયું છે અને યુઝર્સ પાડોશ, સ્કુલ, પેરેન્ટ્સ અને કામકાજ માટે બનેલા અલગ અલગ ગ્રુપ્સને એક સાથે જોડી શકે છે. આની મદદથી વોટ્સએપ યુઝર્સ કેટલાક વોટ્સએપ ગ્રુપ સાથે એક જ જગ્યા પર ચેટ કરી શકશે.

આ સિવાય મેટાના માલિકી વાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 32 લોકો મળીને વીડિયો કોલ કરી શકે છે.

યુઝર્સના એક્સપિરીયન્સને સંપૂર્ણ રીતે બદલવા માટે કોમ્યુનિટી ફિચરમાં અન્ય કેટલીક બજી અપડેટ્સ પણ આપવામાં આવી છે. વોટ્સએપે આ ફિચરને રોલઆઉટ કરવાનું જારી કરી દીધું છે. ધીરે ધીરે આ ફિચર તમામ વોટ્સએપ યુઝર્સ પાસે પહોંચી જશે. યુઝર્સ આના થકી નવા ફિચર્સના લાભ લઈ શકશે. તો ચાલો જાણીએ વોટ્સએપ કમ્યુનિટી બનાવવાની રીત અને તેની સાથે જોડાયેલી 10 મહત્વની વાતો.

વોટ્સએપ કમ્યુનિટી બનાવવાની રીત

તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ખોલો.

હવે ન્યુ ચેટ પર ટેપ કરો અને ન્યુ કમ્યુનિટી પસંદ કરો.

ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરો.

કમ્યુનિટીનું નામ અને તેની જાણકારી આપો. તેનો પ્રોફાઈલ ફોટો પણ સેટ કરો.

અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોમ્યુનિટીનું નામ ફક્ત 24 અક્ષરોમાં જ લખી શકાય છે.

કૅમેરા આઈકન પર ટેપ કરો અને કોમ્યુનિટી આયકન પસંદ કરો.

હવે નવા ગ્રુપને ઉમેરવા અથવા પહેલેથી બનાવેલું ગ્રુપ ઉમેરવા માટે આગળ પર ટેપ કરો.

તમારા કોમ્યુનિટી ગ્રુપમાં ઉમેર્યા પછી, ક્રિએટ પર ટેપ. આ પછી તમારી કમ્યુનિટી બની બનશે.

નવા ફીચર સાથે જોડાયેલી 10 ખાસ વાતો

હવે વોટ્સએપ ગ્રુપમાં 1024 મેમ્બરને એડ કરી શકાશે.

32 યુઝર્સ સાથે વીડિયો કોલ કરી શકાય છે.

વપરાશકર્તાઓ ઈન-ચેટ પોલનો લાભ લઈ શકે છે.

કમ્યુનિટી સુવિધામાં 50 જેટલા અલગ-અલગ ગ્રુપ્સ ઉમેરી શકાય છે.

એક કમ્યુનિટી ગ્રુપમાં માત્ર 5000 જેટલા સભ્યો હોઈ શકે છે.

કમ્યુનિટીનો કોઈપણ ગ્રુપમાં જોડાઈ શકે છે.

તમારી કમ્યુનિટીમાં જાહેરાત માટે એક ગ્રુપ હશે, જે આપોઆપ બની જશે.

કોમ્યુનિટી એડમિન્સ આ ફીચરની મદદથી કોમ્યુનિટી એનાઉન્સમેન્ટ ગ્રુપના દરેક મેમ્બરને કોઈપણ મેસેજ મોકલી શકે છે.

ઈમોજી રિએક્શનની જેમ મોટી સાઈઝની ફાઈલ શેર કરવી અને એડમિન ડિલીટ જેવા ફિચર્સ કમ્યુનિટી માટે વધુ સારા રહેશે.

કમ્યુનિટી ફિચર રોલઆઉટ થવાનું શરૂ થઈ ગયું છે. ધીરે ધીરે આ ફીચર દરેક વોટ્સએપ યુઝર માટે ઉપલબ્ધ થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags