GSTV

1.4M Followers

જૂની પેન્શન સ્કીમ મામલે મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે આ દિવસથી થશે લાગુ!

11 Nov 2022.10:38 AM

જો તમે કે તમારા પરિવારનો કોઈ સભ્ય કેન્દ્ર સરકારનો કર્મચારી છે તો આ ખબર કામની છે. નવું વર્ષ આવતા પહેલા સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ આવી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારા સમયમાં જૂની પેન્શન યોજનાને ફરી શરૂ કરવામાં આવી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્રની મોદી સરકાર વર્ષ 2024 પહેલા તેના પર વિચાર કરી શકે છે.

મંત્રાલય તરફથી કોઈ ઠોસ જવાબ નહીં

સરકારે કર્મચારીઓની માંગ પર કાયદા મંત્રાલય પાસેથી જૂની પેન્શન સ્કીમને લઈને સલાહ માંગી હતી. તેમાં પૂછવામાં આવ્યું કે ક્યા વિભાગથી ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરી શકાય છે? જો કે, મંત્રાલય તરફથી તેના પર કોઈ ઠોસ જવાબ નથી આપવામાં આવ્યો. આ પહેલા સંસદના પાછલા સત્રમાં નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે તેનાથી ઈન્કાર કર્યો હતો કે સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરવા પર વિચાર કરી રહી છે.

વિપક્ષી પાર્ટી બનાવી રહી છે મુદ્દો

સૂત્રોનું કહેવું છે ભલે જ સરકાર તેના પર મનાઈ ફરમાવી રહી છે પણ ચૂંટણીમાં જે પ્રકારે વિપક્ષી પાર્ટી આ મુદ્દા પર ફોકસ કરી રહી છે, તેનાથી આવનારા દિવસોમાં જૂની પેન્શન સ્કીમ પર નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર તરફથી જેમની ભરતી માટે 31 ડિસેમ્બર 2003એ કે તે પહેલા વિજ્ઞાપન જારી કરવામાં આવ્યા હતા, તેમના માટે જૂની પેન્શન પર વિચાર થઈ શકે છે.

જૂની પેન્શન સ્કિમના 3 મોટા ફાયદા

1- OPSમાં પેન્શન અંતિમ ડ્રૉન સૈલરી (last drawn salary)ના આધાર પર બનતી હતી.
2- OPSમાં મોંઘવારી દર (Inflation rate) વધવાની સાથે DA (મોંઘવારી ભથ્થુ) પણ વધતુ હતું.
3- જ્યારે સરકાર નવુ વેતન આયોગ (Pay Commission) લાગુ કરે છે તો પણ તેનાથી પેન્શન (Pension)માં વધારો થાય છે.

કેન્દ્રએ વર્ષ 2004માં નવી પેન્શન યોજના (New Pension system) લાગુ કરી હતી. નવી પેન્શન યોજનાના ફંડ માટે અલગથી ખાતા ખોલાવવામાં આવ્યા અને ફંડમાં રોકાણ માટે ફંડ મેનેજરને પણ નિયુક્ત કરવામાં આવ્યા. પેન્શન ફંડના રોકાણનું રિટર્ન સારૂ રહેવા પર જૂની યોજનાની તુલનામાં નવા કર્મચારીઓને રિટાયર્મેન્ટના સમયે સારી રકમ મળી શકે છે. તેના પર કર્મચારીઓનો સવાલ છે પેન્શન ફંડના રોકાણનું રિટર્ન સારૂ જ હશે, આ કેવી રીતે સંભવ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags