સંદેશ

1.5M Followers

પ્રાથમિક શાળાના શિક્ષકોના ટૂંક સમયમાં જિલ્લાફેર આંતરીક બદલીના ઓર્ડરો થશે

10 Dec 2022.03:50 AM

  • આચારસંહિતાના લીધે ઓનલાઈન થનારા ઓર્ડરની પ્રક્રિયા મોકૂફ્ રખાઈ હતી
  • પ્રથમ તબક્કા માટે ઓનલાઈન ઓર્ડર ગત તા.25 અને 26ના થવાના હતા
  • પૂરતા બદલીના ઓર્ડર આપવાનું મોકુફ્ રાખવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોના જિલ્લાફેર બદલીના ઓર્ડરો આગામી તા.10મી પછી કરવામા આવશે.તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

વિધાનસભાની ચૂંટણીને કારણે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ પૂરતા બદલીના ઓર્ડર આપવાનું મોકુફ્ રાખવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી શિક્ષણ જગતમા જગ બત્રીસીએ ચઢયો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે 100 ટકા જગ્યા પર બદલીઓ કરવાનો નિર્ણય કર્યો હતો .જેમા પ્રથમ વધ - ઘટના બદલી કેમ્પ યોજાયા બાદ હવે જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પની પ્રક્રિયા હાથ ધરી હતી.જેમાં જિલ્લાની અંદર જ એક તાલુકામાથી બીજા તાલુકામાં જવા માટે શિક્ષકોએ ઓનલાઈન અરજી કરવાની હતી .આ કેમ્પ બે તબક્કામાં યોજાશે .જેમાં પ્રથમ તબક્કાના ઓનલાઈન ઓર્ડર 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન થવાના હતા . પરંતુ વિધાનસભાની ચૂંટણીની લાગુ થયેલી આચાર સંહિતાના કારણે ઓનલાઈન થનાર ઓર્ડરની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ્ રખાઈ છે . જેથી હવે આ બદલી કેમ્પના ઓર્ડર ચૂંટણી પછી એટલે કે , આગામી 10મી ડિસેમ્બર બાદ થશે. તેમ શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags