VTV News

1.2M Followers

પરિપત્ર / આરોગ્યકર્મીને મોટો ફટકો, ચૂંટણી પહેલાના સર્વેલન્સ પ્રોત્સાહન આપવાને લઇને રાજ્ય સરકારનો યૂ ટર્ન, પૈસા લેવાશે પરત

15 Dec 2022.11:11 PM

  • આરોગ્યકર્મીને સર્વેલન્સ પ્રોત્સાહન આપાવને લઇને રાજ્ય સરકારનો યૂ ટર્ન
  • નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના ચૂકવાયેલા કુલ 8 હજાર રૂપિયા રિકવર કરવા કર્યો પરિપત્ર
  • ઠરાવાના અભ્યાસનો હવાલો આપીને સર્વેલન્સ પ્રોત્સાહન પાછું ખેંચાયું

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના વર્ગ-3 ના કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરેલ હતા.

ત્યારે સરકાર દ્વારા ઠરાવથી ગ્રામ્ય સ્તરે તેઓની સઘન સર્વેલન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે ઉચ્ચક રકમ સર્વેલન્સ પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ છે. પરંતું ઠરાવનો અભ્યાસ કરતા ફીક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેલન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. ત્યારે સરકાર દ્વારા નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં સર્વેલન્સ પ્રોત્સાહન રિકવર કરવાનું કહેવામાં આવ્યું છે.

સરકાર દ્વારા ચૂંકવાયેલ પૈસા રીકવર કરવાના પરિપત્ર કર્યો
રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના વર્ગ-3 ના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ સુપરવાઈઝ, ફિમેલ હેલ્થ સુપરવાઈઝરનાં કર્મચારીઓ ગ્રેડ-પે સુધારવાની માંગણી અન્વયે હડતાળ પર ઉતરેલ હતા. ત્યારે તેઓને સર્વેલન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે પ્રતિમાસ રૂા. 4000 ઉચ્ચક રકમ સર્વેલન્સ પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ છે. ત્યારે ઠરાવનો અભ્યાસ કરતા ફીક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેલન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જેથી સર્વેલન્સ પ્રોત્સાહન આપી ન શકાય તેવું સ્પષ્ટ થાય છે. તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હંગામી કર્મચારીઓને સર્વેલન્સ પ્રોત્સાહન આપી શકાય નહીનો પરિપત્રમા ઉલ્લેખ
આરોગ્યકર્મીને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાને લઈને રાજ્ય સરકાર દ્વારા યુ ટર્ન લેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા આરોગ્ય કર્મીઓને સર્વેલન્સ પ્રોત્સાહન આપવનો નિર્ણય રદ્દ કર્યો છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનાં ચૂંકવાયેલ કુલ 8 હજાર રૂપિયામાં રિકવર કરવા પરિપત્ક કર્યો છે. ત્યારે પત્રમાં હંગામી કર્મચારીઓને પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો ઉલ્લેખ ન હોવાથી પ્રોત્સાહન રકમ આપી શકાય નહી. ત્યારે સરકાર દ્વારા હવે રિકવરીનો આદેશ કરતો પરિપત્ર જાહેર કરાયો છે. ત્યારે ઠરાવના અભ્સાક્રમનો હવાલો આપીને સર્વેલન્સ પોત્સાહન પાછું ખેંચવાનો આદેશ કર્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags