સંદેશ

1.5M Followers

સરકાર વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓની સમિક્ષા કરી ભરતી પ્રક્રિયા હાથ ધરશે

28 Dec 2022.6:46 PM

  • સરકારી નોકરી વાંછુક યુવાનો માટે સારા સમાચાર
  • સરકાર ટૂંક સમયમાં વિવિધ ભરતીઓ માટે કામ હાથ ધરશે
  • મંજૂર મહેકમ ઝડપી ભરાય તે માટે ભરતી બોર્ડને સુચના આપવામાં આવી

હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સમાપ્ત થઇ ગઈ છે અને ભાજપ ફરી એક વખત જંગી બહુમતી સાથે વિજેતા બન્યું છે ત્યારે ચૂંટણી દરમિયાન કરેલા વાયદો મુજબ ભુપેન્દ્ર સરકારે સરકારી ભરતી પરીક્ષાઓને વેગ વાંટી બનાવવાનું કાર્ય આરંભી દીધું છે.

આજરોજ મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓની સમિક્ષા કરી ભરતી પ્રક્રિયા હાથ ધરશે.

રાજ્ય સરકાર આગામી દિવસોમાં અલગ અલગ વિભાગોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે

ભુપેન્દ્ર સરકારની કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્યણ બાદ સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. કેબિનેટ બેઠકમાં નીરાય લેવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં રાજ્ય સરકાર જે તે વિભાગોમાં હાલ ખાલી પડેલી કે નજીકના ભવિષ્યમાં ખાલી થનારી જગ્યાઓની સમીક્ષા કરશે. આ સમીક્ષાના આધારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં અલગ અલગ વિભાગોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે. આ માટે કેબિનેટ દ્વારા મંજૂર મહેકમ ઝડપી ભરાય તે માટે ભરતી બોર્ડને સુચના પણ આપવામાં આવી છે.

કોરોના મહામારીને પહોંચી વળવા માટે ઉપલબ્ધ સંસાધનોની સમીક્ષા કરાઈ

અત્રે ઉલેખનીય છે કે આજરોજ મળેલી કેબીનેટ બેઠકમાં રાજ્યમાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે ઉપલબ્ધ સંસાધનોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. રાજ્યના 33 જિલ્લાના 2314 સ્થાન પર કોરોના મહામારીને લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી. રાજ્યમાં હાલ 237 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા પીએસએ પ્લાન્ટ કાર્યરત છે. આ સિવાય રાજ્યમાં હાલ 164 મેટ્રિક ટન ક્ષમતામાં 24 LMO ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને રાજ્યમાં કુલ 314 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી 34 ઓક્સિજન ટેન્ક પણ કાર્યરત છે. આ સાથે સાથે રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15 થી 16 હજાર વેંટિલેટર પણ ઉપલબ્ધ હોવાનું કેબિનેટ બેઠકમાં જણાવાયું હતું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags