VTV News

1.2M Followers

કાર અકસ્માત / VIDEO: આગમાં લપેટાઈ ગઈ પંતની કાર, બીજી ગાડીઓ સટાસટ નીકળતી રહી..દુર્ઘટના સમયનો વીડિયો વાયરલ

30 Dec 2022.11:57 AM

  • ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો ગંભીર અકસ્માત
  • અકસ્માત વખતના CCTV આવ્યાં સામે, જુઓ VIDEOS
  • દુર્ઘટના સમયે કાર સળગતી રહી અને ગાડીઓ નીકળતી રહી

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કે જેનો આજે સવારમાં ગંભીર કાર અકસ્માત થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે.

ત્યારે આ ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે કેવી રીતે ઋષભ પંતની કાર ફૂલ સ્પીડમાં ડિવાઇડર સાથે અથડાય છે અને બાદમાં કેવી રીતે કાર એકાએક આગમાં લપેટાઇ જાય છે. આ દુર્ઘટના સમયે એક તરફ ઋષભ પંતની કાર સળગતી રહે છે તો બીજી બાજુ પાસેથી સડસડાટ ગાડીઓ પસાર થતી રહે છે. જેનો ખતરનાક વીડિયો સામે આવ્યો છે.

દિલ્હીથી ઘર રૂરકી તરફ જઈ રહેલા ઋષભ પંતની કારનો આજે નારસન બોર્ડર ખાતે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ક્રિકેટર ઋષભ પંતને પીઠ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે હવે આ અકસ્માતના વીડિયો પણ સામે આવ્યા છે. જે જોઇને તમે પણ દંગ રહી જશો.

મહત્વનું છે કે, રિષભ પંત દિલ્હીથી રૂરકી જઈ રહ્યા હતા. આ અકસ્માત બાદ રિષભ પંતનું મોટું નિવેદન આવ્યું છે. તેણે જણાવ્યું કે, આ અકસ્માત કેવી રીતે થયો અને તે કેવી રીતે બચી ગયો. જો પંત કારમાંથી બહાર નીકળી શક્યા ન હોત અને થોડો મોડો થયો હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. કારણ કે ઘટના બાદ કારમાં જોરદાર આગ લાગી હતી.

વિન્ડ સ્ક્રીન તોડીને પંત બહાર આવ્યો

રિષભ પંતે જણાવ્યું કે તે પોતે કાર ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ કરતી વખતે તેને નિદ્રા આવી હતી. આ જ કારણ હતું કે, કાર ડિવાઈડર સાથે અથડાઈ અને મોટો અકસ્માત થયો. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો.

રિષભ પંતને થઈ માથામાં ઈજા

તબીબોના જણાવ્યા અનુસાર રિષભ પંતના શરીરમાં કોઈ ગંભીર ઈજા નથી. તેને માથામાં ઈજા થઈ છે. જમણા પગમાં ફ્રેક્ચર થવાની સંભાવના છે. હાલમાં પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીની ઇજાઓ તપાસ બાદ જ સાચી રીતે જાણી શકાશે.

રિષભ પંતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

33 ટેસ્ટ રમી - 2271 રન બનાવ્યા - 5 સદી ફટકારી
30 ODI રમી - 865 રન બનાવ્યા - 1 સદી ફટકારી
66 T20 ઇન્ટરનેશનલ રમ્યા - 987 રન બનાવ્યા - 3 ફિફ્ટી ફટકારી

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags