GSTV

1.3M Followers

BIG BREAKING: મોઘવારીનો વધુ એક ડંખ, CNG અને PNGના ફરી ભાવ વધારો, જાણો કેટલો વધ્યો ભાવ

04 Jan 2023.2:47 PM

મણા થોડા સમય પહેલા જ સંસદમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘવારીનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે ગેસના ભાવ ઘણા આધારો પર નક્કી કરવામાં આવે છે. હાલમાં લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે એવામાં ફરી એકવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે. સતત ગેસના ભાવ વધતાં અને પેટ્રોલિયમ પેદાશોની સતત વધતી કિંમતોનો મધ્યમ વર્ગને ખુબ પરેશાની થઈ રહી છે.

ત્યારે ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે. ગુજરાતમાં આ વધેલા ભાવ આજથી અમલમાં આવી જશે.

CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો

ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.

પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે
આ સાથે ગુજરાત ગેસે પણ PNGના ભાવમાં વધારો કર્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. ગુજરાત ગેસનો PNG ભાવ ઘટીને રૂ. 50.43 પ્રતિ SCM થયો છે. તેમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ઔદ્યોગિક ગેસના ભાવ ઘટાડવામાં આવ્યા

બીજી તરફ, ગુજરાત ગેસે ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM પર રુપિયા 7નો ઘટાડો કર્યો છે. CNG-PNG અને ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags