Zee News ગુજરાતી

734k Followers

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, સરકારે HRA ના નિયમમાં કર્યો ફેરફાર

06 Jan 2023.5:44 PM

વી દિલ્હીઃ 7th Pat Commission News: કેન્દ્રીય કર્મચારીઓને મળનાર હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ના નિયમોને અપડેટ કરવામાં આવ્યા છે. આ સંબંધમાં નાણામંત્રાલય હેઠળ વ્યવ વિભાગ (DOE) એ એક ગાઇડલાઇન જાહેર કરી છે. આવો જાણી લઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારી ક્યા મામલામાં હાઉસ રેન્ટ એલાઉન્સનો હકદાર થશે નહીં.

શું છે ફેરફાર

કેન્દ્રીય કર્મચારી જો કોઈ અન્યને ફાળવેલ સરકારી આવાસ શરે કરે છે તો આ સ્થિતિમાં તે હાઉસ રેન્ટ એલાઉન્સના હકદાર રહેશે નહીં. આ સિવાય કેન્દ્રીય સરકારી બેન્ક કે કંપની દ્વારા પોતાના માતા-પિતા/ પુત્ર / પુત્રીને ફાળવેલા આવાસમાં રહે છે તો તેને હાઉસ રેન્ટ એલાઉન્સ મળશે નહીં.

આ પણ વાંચોઃ Electricity Bill: 443 રૂપિયાનો ખર્ચો....અને આખી જિંદગી મફતમાં વાપરો લાઈટ

જો કેન્દ્રીય કર્મચારી પતિ/પત્નીને કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેર ઉપક્રમ/ અર્ધ સરકારી સંગઠન વગેરે દ્વારા તે સ્ટેશન પર આવાસ ફાળવવામાં આવે છે, ભલે તે આવાસમાં રહે છે કે તેના દ્વારા ભાડે આપવામાં આવેલા આવાસમાં અલગ રહે છે તો તે હાઉસ રેન્ટ એલાઉન્સના હકદાર રહેશે નહીં.

કોને કેટલું એચઆરએ
ગાઇડલાઇન પ્રમાણે ત્રણ કેરેટગી- એક્સ, વાઈ અને ઝેડ છે. સાતમાં પગાર પંચની ભલામણ પ્રમાણે એક્સ કેટેગરીને હાઉસ રેન્ટ એલાઉન્ટ 24 ટકાના દરે મળે છે. તો વાઈ કેરેટગરી માટે 16 ટકા જ્યારે ઝેડ કેટેગરી માટે એચઆરએનો દર 8 ટકા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags