Zee News ગુજરાતી

736k Followers

મોટો નિર્ણય, ગુજરાતમાં હવે શૈક્ષિણક વર્ષ 2023 -24 થી B.Com, B.A, B.Sc, મેડિકલનાં ગ્રેજ્યુએશનમાં અભ્યાસ 4 વર્ષનો થશે

07 Jan 2023.7:34 PM

તુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ અને એકેડેમીક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. અગાઉના બાકી રહેલા કામોના મંજૂરી આપવા ઉપરાંત વિવાદો અંગે રચાયેલી તપાસ કમિટીના અહેવાલો રજૂ થયા અને તેના પર ચર્ચા કરાઇ. આ સિવાય નવી શિક્ષણનીતી અંતર્ગત ગ્રેજ્યુએશન માટે 3 વર્ષને બદલે 4 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

તેમજ જર્જરીત હોસ્ટેલ તોડી ગુજરાત યુનિવર્સિટીના સ્વ-ભંડોળમાંથી નવી હોસ્ટેલ બનાવવા અંગે પણ નિર્ણય લેવાયો છે. સાથે જ અત્યાર સુધી જે કોર્ષ માટે ચંદ્રકો નથી અપાતા એ કોર્સમાં પણ સ્વ -ભંડોળમાંથી ગોલ્ડ આપવાની વ્યવસ્થા કરવા અંગે પણ ઠરાવ કરાયો છે.

ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વાત કરીએ તો, જર્જરિત હોસ્ટેલને પાડી નવી હોસ્ટેલ યુનિવર્સિટીના સ્વ-ભંડોળમાંથી વિદ્યાર્થી માટે બનાવવામાં આવશે. શૈક્ષિણક વર્ષ 2023 - 24 થી બી.કોમ., બી.એ., બી.એસસી., મેડિકલનાં ગ્રેજ્યુએશનમાં અભ્યાસ 4 વર્ષનું થશે. ઓનલાઇન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામ કોર્સમાં નવી શિક્ષણનીતીનો અમલ કરાશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ડિગ્રી મળશે. 4 વર્ષ બાદ વિદ્યાર્થીને ઓનર્સની ડિગ્રી, 3 વર્ષ બાદ ડિગ્રી, 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 1 વર્ષ બાદ સર્ટીફીકેટ કોર્ષ એનાયત કરવામાં આવશે.

ગીરમાં ફરી રહ્યું છે દુર્લભ પ્રાણી ઘોરખોદિયું, કટોકટીની સ્થતિમાં મરવાનો ડોળ કરે, પણ.

યુનિવર્સિટી તરફથી જે કોઈ વિષયમાં ચંદ્રકો આપવામાં આવે છે, એ સિવાયના બાકાત વિષયોમાં પણ ચંદ્રક એનાયત થશે. યુનિવર્સિટીના ભંડોળમાંથી ગોલ્ડ મેડલ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વેધર સ્ટેશન ઉભુ કરાશે. યુનિવર્સિટી મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત તાત્કાલિક અસરથી જાતે જ પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરાયું, જેમાં એકાઉન્ટ, પરીક્ષા પદ્ધતિ, ડોક્યુમેન્ટેશન તેમજ રિસર્ચ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

કોરોનાનો નવો સબ-વેરિઅન્ટ શું ગુજરાતમાં મચાવશે હાહાકાર? નવસારીમાં કોરોનાની એન્ટ્રી

ગુજરાત યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સિલની બેઠકમાં આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રદીપ પ્રજાપતિ અને MSW વિભાગમાં એડહોક અધ્યાપક રંજન ગોહિલને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો. ગુજરાત યુનિવર્સિટીના 16 ઓર્ડીનન્સનો ભંગ કરી પ્રદીપ પ્રજાપતિએ રંજન ગોહિલને ખોટી પીએચડીની ડિગ્રી એનાયત કરી હોવાનું ખુલ્યું. અગાઉ ખોટી PhD ની ડિગ્રી મેળવી નોકરી મેળવવા બદલ રંજન ગોહિલને સસ્પેન્ડ કરાયા હતા, એકેડેમીક કાઉન્સિલની બેઠકમાં ડિગ્રી ખોટી હોવાનું સાબિત થતા હવે તેમને રંજન ગોહિલને ડીસમિસ કરવા માટે પ્રક્રિયા હાથ ધરાશે.

અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો,જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા!

પ્રો. પ્રદીપ પ્રજાપતિએ ખોટી PhD ની ડિગ્રી મામલે તકેદારી આયોગ અને સરકારની કમિટીને ગેરમાર્ગે દોર્યાનું સાબિત થયું. રંજન ગોહિલે 2016માં પીએચડી કર્યાનું ખોટું દસ્તાવેજ બનાવ્યાનું પુરવાર થયું. દોઢ વર્ષે પીએચડીની ડિગ્રી નિયમ વિરુદ્ધ આપી હોવાનું સામે આવ્યું. એકેડેમીક કાઉન્સિલનાં નિર્ણય બાદ 4 સભ્યોની રીવ્યુ કમિટી બનાવશે, જે અંતિમ અહેવાલ તૈયાર કરશે.

ઘોર બેદરકારી! શ્રીખંડ-માવા મલાઈના નમૂના ઉનાળામાં લીધા, રિપોર્ટ શિયાળામાં આવ્યો!

રંજન ગોહિલની પીએચડીની ડિગ્રી હાલ સ્થગિત કરાઈ છે. ખોટી ડિગ્રી આપવાના કૌભાંડ બદલ પોલીસ ફરિયાદ પણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રદીપ પ્રજાપતિ અને રંજન ગોહિલ દ્વારા કરાયેલી અન્ય ફરિયાદમાં પણ કોઈ તથ્ય નાં મળતા ભવિષ્યમાં બંનેની કોઈ ફરિયાદ ધ્યાને નાં લેવા પણ ઠરાવ કરાયો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags