VTV News

1.2M Followers

BIG BREALING / તૈયાર રહેજો..! જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

15 Feb 2023.6:10 PM

  • જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવીત તારીખ જાહેર
  • પંચાયત સેવા પસંદગી બોર્ડ 9 એપ્રિલના રોજ લેવા માંગે છે પરીક્ષા
  • હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી


જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે.

ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. તેમ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.

પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.

1181 ખાલી માટે ભરતી પરીક્ષા
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ મામલે હવે સંભવીત પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવી છે. આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું.

રદ્દ થઈ હતી પરીક્ષા?
પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. મંડળ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરાઈ હતી. રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું
અગાઉ ગુજરાત ATS જણાવ્યું હતું કે, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું તેમજ મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈ વડોદરા આવ્યો હતો તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી કેતન બારોટ અમદાવાદનો વતની હતો. ગુજરાત ATSને પેપરલીક અંગે માહિતી મળી હતી. ATS જણાવ્યું કે, 4 દિવસથી ગુજરાત ATS ઈનપુટ એકત્રિત કરી રહ્યું હતું અને ગુજરાતના વિવિધ શહેરમાં ATSની ટીમો કાર્યરત હતી. કેતન અને ભાસ્કર નામના 2 આરોપીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ 2019માં બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી આરોપીને ATSએ ઝડપી પાડ્યો હતો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags