GSTV

1.4M Followers

whatsapp માં હવે ફોટોની ક્વોલિટી નહિ થાય ડાઉન, ફોટો શેર કરતી વખતે આ ઓપ્સન મળશે

18 Feb 2023.10:38 PM

મેટાની સૌથી લોકપ્રિય એવી વોટ્સએપ ફોટો,વિડીયો અને મેસેજ માટેની પહેલી પસંદ ગણાય છે. પરંતુ વોટ્સ એપમાં ફોટો મોકલવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં ફોટોની ક્વોલીટી ઘટી થતા યુઝર્સને મુશ્કેલી પડે છે. પરંતુ હવે યુઝર્સ ઓરિજનલ ક્વોલીટીનો ફોટો શેર કરી શકશે. ફોટા મોકલતી વખતે ફોટાને ડોક્યુમેન્ટ ફોર્મમાં મોકલવાની લાંબી પ્રોસેસમાંથી રાહત મળશે.

વોટ્સએપના આ લેટેસ્ટ અપડેટ્સ WABetaInfo દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કંપની યુઝર્સ માટે ઓરિજિનલ ક્વોલિટીમાં પિક્ચર્સ મોકલવાના ફિચર પર કામ કરી રહી છે.

વોટ્સએપ પર ઈમેજ-એડિટર ટૂલ હેઠળ એક બટન મુકવામાં આવશેઆ અંગે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ પર ઈમેજ-એડિટર ટૂલ હેઠળ એક બટન મુકવામાં આવશે. આ વિકલ્પ પર વપરાશકર્તાને ફોટો મોકલતી વખતે ઓરિજનલ ક્વોલીટી અને HD ક્વોલીટીનાં બે ઓપ્સન જોવા મળશે.

સ્ટોરેજ સ્પેસ વિશે ચિંતા કરવાની જરૂર નથીએટલું જ નહીં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સ પાસે સ્ટાન્ડર્ડ કમ્પ્રેશન મેથડનો વિકલ્પ હશે. આ વિકલ્પ એવા વપરાશકર્તાઓ માટે હશે, ડીવાઈસનાં સ્ટોરેજ માટે પણ ચિંતિત છે. સ્ટાન્ડર્ડ કમ્પ્રેશન મેથડ યુઝરને ડિફોલ્ટ વિકલ્પ તરીકે મળશે.
'કેપ્ટ મેસેજ 'નામનું નવું ફીચર whatsapp 'કેપ્ટ મેસેજ 'નામે નવા ફીચર બાબતે કામ ચાલી રહ્યું છે. જેમાં કોઈ પણ મેસેજને સિલેક્ટ કરી હંમેશા માટે સેવ કરી શકો છો. આ ફીટર બાદ ગમે ત્યારે 'કેપ્ટ મેસેજ 'માંથી મેસેજ જોઈ શકાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags