GSTV

1.3M Followers

ખેડૂતો માટે ખુશખબર / પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો આ દિવસે થશે ખાતામાં જમા, હોળી પહેલા જમા થશે નાણાં

25 Feb 2023.8:04 PM

મોદી સરકાર દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઘણી યોજના ચલાવી રહી છે જેમાં એક છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરીને આર્થિક સહાય કરે છે ત્યારે આ સ્થિતિ વચ્ચે 13મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને હોળી પહેલા 13મો હપ્તો આપવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદી કર્ણાટકમાંથી 13મો હપ્તો 27મી ફેબ્રુઆરીએ સોમવારે બપોરે જારી કરશે. તમને જણાવી દઈએ કે, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે જારી કર્યો હતો.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના જન્મદિવસના અવસર પર પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો જારી કરશે. પીએમ મોદી મિશન કર્ણાટક અંતર્ગત આ સપ્તાહે શિવમોગાની મુલાકાત લેશે અને ત્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2022માં વડાપ્રધાને દિલ્હીથી ખેડૂતોના ખાતામાં 22,000 કરોડ રૂપિયાનો 12મો હપ્તો જારી કર્યો હતો. અત્યાર સુધીમાં લાભાર્થી ખેડૂતોના 14 કરોડ ખાતામાં 2.70 લાખ કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા જમા કરી રહી છે એટલું જ નહીં લગભગ 10 કરોડ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં ખેડૂતોને 12 હપ્તા મળ્યા છે દિવાળીના સમયમાં પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો જમા કર્યો હતો ત્યારે હવે સરકાર આગામી હપ્તો 24 ફેબ્રુઆરી જાન્યુઆરી 2023 પહેલા રિલીઝ કરશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags