Zee News ગુજરાતી

736k Followers

BIG BREAKING: ગુજરાતમાં જંત્રી 2 ગણી થઈ, ભૂપેન્દ્ર પટેલ સરકારનો આવતીકાલથી ડબલ કરવાનો નિર્ણય

04 Feb 2023.8:04 PM

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં દાદાએ આજે દાદાગીરી દેખાડી છે. 12 વર્ષ બાદ ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ થઈ ગયા છે. સરકારે આ મામલે આજે ઠરાવ પસાર કરી દીધો છે. આવતીકાલથી જંત્રીના નવા ભાવ અમલમાં આવી જશે. જેને પગલે ગુજરાતના ખેડૂતોને તો સૌથી મોટો ફાયદો થશે. બીજી તરફ જમીન અને મકાનોના ભાવમાં મસમોટો વધારો થશે.

ગુજરાતમાં ભાજપની વિજય રૃપાણીની સરકારે પણ 2019માં જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજકીય દબાણને કારણે તેઓ નિર્ણય લઇ શક્યા ન હતા. એ સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો હતો. જો કે આ દરો માટે બનાવવામાં આવેલા ડ્રાફ્ટને લાગુ કરી શકાયો ન હતો. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારે નવો જીઆર બહાર પાડ્યો છે. જેનો અમલ આવતીકાલથી જ થશે.

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજાર કીંમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. હાલમાં રાજયમાં આ વિભાગના ઉપર સંદર્ભ (1) માં જણાવેલ તા.૧૮/૦૪/૨૦૧૧ ના ઠરાવી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-2011 ના ભાવો તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલમાં મુકવામાં આવી છે. સદર ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે.

રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતિ ધ્યાનમાં લઈ રાજયમાં આ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજયના વિકાસને વેગ મળતો રહે અને આ વધેલા ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલ્કતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-2011 ના ભાવોમાં વધારો કરવો જરૂરી બન્યો છે.

ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

રાજયમાં ગુજરાત સ્ટેમ્પ (મિલકતની બજારર્કીંમત નકકી કરવાના) નિયમો ૧૯૮૪ના નિયમ ૧(૪) મુજબ તા.૦૧/૦૪/૨૦૨૨ની સ્થિતિએ બહાર પાડવાના મિલકતના વાર્ષિક પત્રક (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ના ભાવો બહાર પાડી શકાયેલ ન હોવાથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ -૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો યોગ્ય જણાય છે.

સરકાર દ્રારા પુખ્ત વિચારમાને અંતે રાજ્યમાં 18 એપ્રિલ 2011થી નક્કી કરેલા દરો તા. 05-02-2023થી બે ગણી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. દાત. 18-04-2011થી નક્કી કરેલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧માં મિલકતના દર પ્રતિ ચો.મી.ના રૂપિયા ૧૦૦/- નક્કી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે રૂપિયા ૨૦૦/- દર ગણવાનો રહેશે.

(૧) સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી નકકી કરેલ દરો તા ૦૫/૦૨ા૨૦૨૩ થી બે ગણા કરવાનું આથી ઠરાવવામાં આવ્યું છે.

(૨) રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી-૨૦૧૧ ના અમલીકરણ માટેના માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ બહાર પાડવામાં આવેલી છે. જે આથી રદ કરી તેના બદલે આ સાથે સામેલ નવેસરથી બહાર પાડેલ માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ) અમલમાં મુકવામાં આવે છે. તા.૩૧/૦૩/૨૦૧૧ના ઠરાવમાં જણાવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.

(૩) તા.૦૫/૦૨/૨૦૨૩ કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરતાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી ( એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ -૨૦૧૧ માં નક્કી થયેલ દરના બે ગણા કરી સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવાની રહેશે.

(૪) નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં જયાં જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજારકિંમત નકકી કરવા અંગેની કાર્યપધ્ધતિ અંગે વિગતવાર સૂચનાઓ સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય, ગાંધીનગરે બહાર પાડવાની રહેશે.

(પ) આ ઠરાવની અમલવારી સંદર્ભે જો કોઇ અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે આખરી સત્તા સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્યને રહેશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags