VTV News

1.2M Followers

BIG NEWS / ગુજરાતના સરકારી કર્મચારી માટે મોટા સમાચાર, ખાતાકીય પરીક્ષાને લઈ કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વ નિર્ણય, બઢતીના ચાન્સ વધ્યા

14 Feb 2023.4:49 PM

  • રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
  • '21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃ ભાષા દિવસ ઉજવાશે'
  • 'અટલ ભૂજલ યોજના માટે કેન્દ્ર સરકારે 756 કરોડ આપ્યા છે'

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણી માતૃભાષા ગૌરવ પ્રદાન થાય તેવું કાર્ય કરવામાં આવશે.

તેમજ તેમણે ખાતાકીય પરીક્ષાઓ માતૃ ભાષા દિવસની ઉજવણીને લઈ કેટલીક માહિતી આપી હતી

ખાતાકીય પરીક્ષાનું નિયમિત આયોજન બાબતે ચર્ચા થઈ: પ્રવક્તા મંત્રી
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, ભરતી માટે ખાતાકીય પરીક્ષાનું નિયમિત આયોજન બાબતે ચર્ચા થઈ છે. તેમણે ઉમેર્યું કે, પરીક્ષાઓ લેવાઈ નથી કે પાછી ઠેલાઈ છે તે અંગે ચર્ચા થઈ અને પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર થશે. રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે અને વિલંબ થઈ છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર થશે. તેમણે વધુમાં કહ્યું કે, ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે માટે અને નિયમિત પરીક્ષા ભવિષ્યમાં લેવાય તે માટે આદેશ અપાયા છે

'21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃ ભાષા દિવસ ઉજવાશે"
પ્રવક્તા મંત્રી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃ ભાષા દિવસ ઉજવાશે અને પંડિત દીન દયાળ હોલ અમદાવાદ ખાતે મુખ્ય કાર્યક્રમ થશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકો સાથે યાત્રા નીકળશે. તેમણે ઉમેર્યું કે, માતૃભાષામા ગૌરવ પ્રદાન થાય તે માટે કાર્યક્રમો યોજાશે

'અંબાજી ખાતે 12 થી 15 તારીખ સુધી 2500 બસો દોડશે'
ધર્મસ્થાનોના વિકાસ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અંબાજી ખાતે 12 થી 15 તારીખ સુધી 2500 બસો દોડશે તેમજ 5 દિવસમા 2થી અઢી લાખ લોકો યાત્રાનો લાભ લેશે તેમ પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું

CM સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની શરૂઆત કરાવશે
ઋષિકેશ પટેલે કહ્યું કે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ થશે જેમાં 40 રૂપિયા ઘન મીટર માટીનો ભાવ રૂ.52 કરાયો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અભિયાનની શરૂઆત કરાવશે. જેમાં સરકાર 60 ટકા અને 40 ટકા લોકફાળો રહેશે.

તેમણે જણાવ્યું કે, અટલ ભૂજલ યોજના માટે કેન્દ્ર સરકારે 756 કરોડ આપ્યા છે અને આ આખા ગુજરાતમાં અવેરનેસ પ્રોગ્રામ થશે. તેમણે ઉમેર્યું કે, પાણી રીચાર્જ કરવા માટે કામો થશે અને સુજલામ સુફલામ અને અટલ ભૂજલ યોજના એક બીજાના પર્યાય છે તેમજ અટલ ભૂજલ યોજનાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags