VTV News

1.2M Followers

ધાર્મિક કાર્યક્રમ / બજરંગબલી કિ જે...સાળંગપુરમા હનુમાનજીની 54 ફૃટ ઊંચી મૂર્તિ તૈયાર,આ દિવસે થશે લોકાર્પણ આટલો થયો ખર્ચ,અમિત શાહ આવે તેવી શક્યતા

12 Mar 2023.9:30 PM

  • સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ
  • ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
  • આયોજનના ભાગરૂપે તડામાર તૈયારીઓ

કરોડો લોકોની આસ્થાના અખુટ સાગર સમાન વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામના આંગણે આગામી તા.

6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ ઉજવાય રહ્યો છે. આ દરમિયાન પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિ અને અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે નિર્ણણ પામેલ હાઈટેક ભોજનાલયનું ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે હરિભક્તો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મૂર્તિને હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી

નોંધનીય છે કે સાળંગપુર ખાતે બનાવવામાં આવેલું હાઈટેક ભોજનાલય ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે. તેમાં એક સાથે 4000 લોકો બેસીને ડાઇનિંગ ટેબલ પર આસાનીથી જમી શકે તેવી જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિને ખાસ હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. હાલ આ મૂર્તિનું ફિનિશિંગ કામ પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ

આગામી તા. પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રીય હરી પ્રકાશદાસજી સ્વામીએ આ અંગે જણાવ્યું છે કે હનુમાન જયંતીના દિવસે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું અને 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવશે. જેના આયોજનને લઈ ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તેઓના હસ્તે લોકાર્પણ કરાશે. આ અવસરે અનેક ભક્તો ઉપસ્થિત રહશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags