Zee News ગુજરાતી

734k Followers

WhatsApp નું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, હવે ફોટોમાંથી કોપી થઈ જશે ટેક્સ, જાણો વિગતે

19 Mar 2023.10:49 PM

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. ભારતમાં જ તેના સક્રિય યૂઝર્સની સંખ્યા 400 કરોડને પાર પહોંચી ગયો છે. આ એપની માલિકીનો હક્ક મેટા પાસે છે. કંપની યુઝરને શાનદાર અનુભવો કરાવવા માટે નવા નવા ફીચર્સ ઉમેરતી રહે છે. WhatsAppએ iOS યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે.

કંપનીએ એપનું નવું વર્ઝન બહાર પાડ્યું છે, જેમાં તમને ખૂબ જ રસપ્રદ ફીચર મળશે.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

તેની મદદથી iOS યુઝર્સ ફોટો પર લખેલા ટેક્સ્ટને કોપી કરી શકે છે. જો કે આ ફીચર પહેલા iOSમાં પણ ઉપલબ્ધ હતું, પરંતુ વોટ્સએપે તેને પોતાના પ્લેટફોર્મ પર એડ કરી દીધું છે. આની મદદથી યૂઝર્સ સીધા વોટ્સએપમાંથી જ ટેક્સ્ટ કોપી કરી શકે છે.

ગુજરાતમાં વર્લ્ડકલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા 5 લાખ કરોડ ખર્ચવાનું આયોજન: CM

શું તમને મળ્યું છે WhatsAppનું નવું ફીચર?
નવું અપડેટ બીટા વર્ઝનનો ભાગ નથી. પરંતુ કંપનીએ તેને સ્ટેબલ યૂઝર્સ માટે રજૂ કર્યું છે. આ ફીચરની વિગતો WABetaInfo દ્વારા શેર કરવામાં આવી છે. જો તમે iOS યુઝર છો અને આ ફીચર મળી રહ્યું નથી, તો તમારે એપ સ્ટોર પર જઈને WhatsApp અપડેટ કરવું પડશે. પછી તમને નવું ફીચર જોવા મળશે.

ગુજરાતમાં ઘાતક કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, માત્ર અમદાવાદમાં જ 70 કેસ નોંધાયા

બીજા ઘણા ફીચર્સ આવી રહ્યા છે.
WhatsApp પર બીજા ઘણા નવા ફીચર્સ આવવાના છે. આવી જ એક સુવિધા ઓડિયો સ્ટેટસની છે. આ ફીચરની મદદથી તમે વોટ્સએપ સ્ટેટસ પર વોઈસ નોટ્સ શેર કરી શકશો. કંપનીએ હાલમાં જ પોતાના પ્લેટફોર્મ પર આ ફીચર એડ કર્યું છે. તેના માટે, તમે ખાનગી પ્રેક્ષકોને પણ પસંદ કરી શકો છો, જેથી તે ફક્ત તે જ લોકોને દેખાશે જેને તમે ઇચ્છો છો.

અમદાવાદી હોવ અને અહીંનો સ્વાદ ન માણ્યો હોય તો બધુ જ નકામું, ખાશો તો ખાતા રહી જશો

WhatsAppના નવા ફીચરની મદદથી તમે 30 સેકન્ડનું ઓડિયો સ્ટેટસ સેટ કરી શકશો. આ સાથે એપમાં સ્ટેટસ રિએક્શનનું ફીચર પણ એડ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર તમારા સ્ટેટસ પર પ્રતિક્રિયા આપી શકે છે. યૂઝર્સનું સ્ટેટસ હવે તેમની પ્રોફાઇલ પર રિંગના રૂપમાં પણ જોવા મળે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags