Zee News ગુજરાતી

737k Followers

અરબી સમુદ્રમાં વંટોળ લેતું બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે, ટકરાશે કે નહિ તે જાણો

04 Jun 2023.3:11 PM

Gujarat Weather Forecast : ગુજરાતમાં જુન મહિનાના પ્રથમ દસ દિવસમાં એકસાથે બે વાવાઝોડા ટકરાશે તેવી આગાહી કરાઈ હતી. ત્યારે એક વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે.

ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે.

ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રેમી કર્મીઓએ કાયાપલટ કરી દીધી

જોકે, આ વાવાઝોડની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. સાથે જ માછીમારોને પણ આ દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ સાથે જ આગામી પાંચ દિવસમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.

સિંઘમ બની Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમ

રાજ્યમાં હવામાન વિભગ અનુસાર અગામી 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ વાવાઝોડુંને બિપોરજોય નામ અપાયુ છે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના થરાદ અને દિયોદરમાં એક ઇંચ નોંધાયો. રાજ્યમાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ 54 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાબાદમાં બે ઇંચ વરસ્યો. બનાસકાંઠાના લાખેણી અને ખેડાના નડિયાદમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો. આજે સવારે બે કલાકમાં જ ૧૨ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો.

વીજ બિલ બચાવવા ગુજરાતના આ ગામે એવુ કર્યું કે, દેશના નક્શામાં અનોખા ગામ તરીકે ચમક્યું

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags