અબતક

259k Followers

Whatsappનું નવું ફીચર : મોકલાઈ ગયેલા મેસેજ 15 મિનિટ સુધી 'એડિટ' થઇ શકશે!!

23 May 2023.11:14 AM

છૂટેલા તિર જેવા વોટ્સઅપમાં મોકલાઈ ગયેલા મેસેજ 'લગામ'માં રાખી શકાશે!!

વોટ્સઅપએ વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સમાંની એક છે, એકલા ભારતમાં જ લગભગ 500 મિલિયન વપરાશકર્તાઓ છે. હવે મેટા-માલિકીનું પ્લેટફોર્મ યુઝર્સને મેસેજ મોકલ્યા પછી એડિટ કરવાની મંજૂરી આપવાનું શરૂ કરવા જઈ રહ્યું છે.

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક પર જાહેરાત કરી હતી કે યુઝર્સ તેમના દ્વારા લખેલા મેસેજને મોકલ્યા પછી 15 મિનિટ સુધી એડિટ કરી શકશે. કંપનીએ કહ્યું કે આ ફીચરને વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. એપલના આઈ-મેસેજ પર સમાન સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે.

વોટ્સએપ ઇન્ફોર્મેશન પોર્ટલ બેટલઇન્ફોએ માર્ચમાં જાણ કરી હતી કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ બીટામાં ફીચરનું પરીક્ષણ કરી રહી છે. જો તમે સંદેશાઓ મોકલો ત્યારે જો તમે જોડણીની ભૂલો અથવા વ્યાકરણની ભૂલો કરો તો આ સુવિધા કામમાં આવશે.

એકવાર તમારા માટે સુવિધા ઉપલબ્ધ થઈ જાય પછી સંદેશને એડિટ કરવા માટે તમારે ફક્ત તેના પર લાંબા સમય સુધી પુશ કરી રાખવાનું રહેશે જે બાદ 'એડિટ' વિકલ્પ દેખાશે.

સુવિધા સાથે સંપાદિત કરાયેલા મેસેજમાં મેસેજની સાથે 'એડિટ' સુવિધા હશે. જો કે ત્યાં એક એડિટ મેસેજ લેબલ હશે. કંપનીના જણાવ્યા મુજબ ત્યાં કોઈ એડિટ હિસ્ટ્રી દર્શાવવામાં આવશે નહીં.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: AbTak

#Hashtags