GSTV

1.4M Followers

BIG NEWS: રાજ્ય સરકાર ST નિગમમાં કરશે નવી ભરતી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આપી માહિતી

24 May 2023.10:48 AM

રાજ્યમાં એસટીમાં ડ્રાઈવર, કંડકટર સહિત અન્ય વિભાગોમાં નવી ભરતી રાજ્ય સરકાર કરશે. તો બીજી તરફ ST વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે ખાસ અહેવાલ છે. ગુજરાત એસ.ટી વિભાગમાં ડ્રાઈવર અને કંડકટરની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત એસ.ટી વિભાગ મિકેનિકની પણ ભરતી કરશે. આ માટેનું નોટિફિકેશન થોડાક દિવસોમાં જ બહાર પાડવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી

રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ ભરતી અંગેની માહિતી આપી હતી. આ વર્ષે એસ.ટીમાં 2100 બસ ડ્રાઈવર અને 1300 જેટલી કંડકટરની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત મિકેનિકની પણ ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

અન્ય વિભાગોમાં પણ ભરતી થશે

ગુજરાત સરકારે એસટી વિભાગ ઉપરાંત અન્ય વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી દિવોસમાં અંદાજે 6 હજાર જેટલી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags