સંદેશ

1.5M Followers

કેન્દ્ર સરકાર ફરીથી જૂની પેન્શન પદ્ધતિ અપનાવે તેવી સંભાવના

22 Jun 2023.05:41 AM

  • આ પેન્શન આખરી પગારના 40થી 45 ટકા હોવાની શક્યતા છે
  • કર્મચારીના પગારમાંથી યોગદાન લઈ શકે
  • આખરી પગારના 40-45 ટકા ગેરેન્ટેડ પેન્શન સુનિશ્ચિત કરી શકાય

કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને તેમના આખરી પગારના 40-45 ટકા લઘુતમ પેન્શન આપવાની ઓફર આપી શકે છે તેના માટે બજાર સાથે સંકળાયેલી વર્તમાન પેન્શન સ્કીમમાં બદલાવ કરી શકે છે, તેમ બે સરકારી અધિકારીઓને ટાંકીને અહેવાલોમાં જણાવાયું હતું.

આ પગલું સરકાર દ્વારા ગયા એપ્રિલમાં એક સમિતિની રચના બાદ ભરવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2024મા દેશની સામાન્ય ચૂંટણી છે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દુર્લભ ત્રીજા કાર્યકાળ માટે પ્રયાસ કરશે. 2004માં એક મહત્ત્વપૂર્ણ રાજકોષીય સુધારા બાદ અપનાવવામાં આવેલી વર્તમાન પેન્શન પદ્ધતિ પર મોદીને ફરીથી વિચારણા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. વર્તમાન રાષ્ટ્રીય પેન્શન યોજનામાં કર્મચારીએ પોતાના મૂળ વેતનના 10 ટકા યોગદાન આપવાનું હોય છે અને તેની સામે સરકાર 14 ટકા યોગદાન આપતી હોય છે.

કર્મચારીના પગારમાંથી યોગદાન લઈ શકે

જૂની પેન્શન પદ્ધતિમાં કર્મચારીના છેલ્લા પગારના 50 ટકા નિશ્ચિત પેન્શનની ગેરેન્ટી છે. સરકાર વર્તમાન યોજનામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે કે જેથી કર્મચારી અને સરકાર બન્નેનું યોગદાન જળવાઇ રહે અને કર્મચારીઓને તેમના આખરી પગારના 40-45 ટકા ગેરેન્ટેડ પેન્શન સુનિશ્ચિત કરી શકાય.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags