GSTV

1.4M Followers

Minimum Pension in NPS/ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, NPSમાં લઘુત્તમ 45% પેન્શન મળશે, સરકાર કરી રહી છે મોટો ફેરફારો

22 Jun 2023.09:37 AM

જૂની પેન્શન સ્કીમ Vs નેશનલ પેન્શન સ્કીમના(NPS) રાજકારણ વચ્ચે ભારત સરકારના અધિકારીઓએ એક રાહતની વાત કહી છે. ભારત સરકારના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ નવી માર્કેટ લિન્ક્ડ પેન્શન સ્કીમમાં ફેરફાર પર વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ફેરફારો એ સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 40% થી 45% સુધી લઘુત્તમ પેન્શન મળે.

જો કે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે સરકાર જૂની પેન્શન યોજના પર પાછી ફરશે નહીં.

ઘણા રાજ્યો જૂના પેન્શન પર પાછા ફર્યા

ઘણા વિપક્ષ શાસિત રાજ્યો દ્વારા જૂની પેન્શન સ્કીમ (OPS) પર પાછા ફર્યા બાદ ભારત સરકારની નીતિમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. બીજેપી શાસિત ઘણા રાજ્યોએ પણ નેશનલ પેન્શન સ્કીમ (NPS) અંગે અસ્વસ્થતા વ્યક્ત કરી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીમાં પેન્શન મુદ્દાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યા પછી સરકારે એપ્રિલમાં NPSની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમીક્ષા ઘણા મહત્વપૂર્ણ રાજ્યોની ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી વચ્ચે જોવા મળી છે.

NPSમાં 40-45% પેન્શન મળશે

સરકાર રાષ્ટ્રીય પેન્શન યોજનામાં ફેરફાર કરીને અને લઘુત્તમ 40-45 ટકા પેન્શન સુનિશ્ચિત કરીને રાજકારણ અને અર્થતંત્ર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારી કર્મચારીઓનું પેન્શન કેન્દ્રીય બજેટનો મોટો હિસ્સો લે છે.

OPS Vs NPS

જૂની પેન્શન યોજનામાં, સરકાર કર્મચારીના છેલ્લા પગારના 50 ટકા પેન્શનની ખાતરી આપે છે. આ માટે, કર્મચારીએ તેની નોકરી દરમિયાન કોઈ યોગદાન આપવું પડતું નથી. તે જ સમયે, રાષ્ટ્રીય પેન્શન યોજનામાં, કર્મચારીએ તેના મૂળ પગારના 10 ટકા યોગદાન આપવું પડશે. જ્યારે, સરકાર 14 ટકા ફાળો આપે છે. NPS માં પેન્શન કોર્પસના વળતર પર આધારિત છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags