News18 ગુજરાતી

981k Followers

શનિવાર બાદ ફરીથી વધશે વરસાદનું જોર? જાણો અંબાલાલની ઓક્ટોબર માટેની મોટી આગાહીઓ

04 Oct 2023.07:44 AM

 અમદાવાદ: રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે તો આગામી પાંચ દિવસ શુષ્ક રહેવાની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનો ચક્રવાતનો રહેશે તેમ જણાવ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આ ઓક્ટોબર મહિનો વર્ષ 2018ના એ દિવસો યાદ કરાવી શકે છે કે જ્યારે દેશમાં અલગ અલગ સમયે 7 મોટા ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા.

અંબાલાલ પટેલના મતે 7 ઓક્ટોબર બાદના વાવાઝોડા વધુ ઘાતક રહી શકે છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. 26 ઓક્ટોબર સુધી ગરમીમાં વધ-ઘટ થતી રહેશે. કેટલાક વિસ્તારમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે.


અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિના માટે જણાવ્યું હતું કે, તારીખ 7થી 14 ઓક્ટોબર સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક છૂટોછવાયો વરસાદ થશે. તારીખ 12, 13 અને 14ના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચિત્રા નક્ષત્રમાં જોરદાર તાપ પડતો હોય છે. જ્યારે હવાના દબાણને કારણે ક્યાંક વરસાદ પણ પડતો હોય છે.


વરસાદ અંગે જણાવતા કહ્યુ કે, 10થી 14 તારીખ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરશે તેવી સંભાવના પણ છે. ત્યાર બાદ 17મી ઓક્ટોબરના દિવસે દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને સાથે જ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.


બીજી બાજુ તેમણે કહ્યું કે, નવેમ્બર મહિનામાં ઘાતક વાવાઝોડાની સંભાવના છે. શિયાળા પર અલનીનોની અસર લાંબી રહેવાની સંભાવના નહીંવત છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતા છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીની શક્યતા છે.


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.


આ સાથે તેમણે જણાવ્યુ કે, મુંબઇથી દક્ષિણના ભાગોના વરસાદ થઇ શકે છે. જ્યારે સુકા પવનો બંગાળના ઉપસાગરમાં થઇને આવે છે ત્યારે ભેજ લઇને આવે છે. આવું જ્યારે થાય છે ત્યારે બંગાળના ઉપસાગરમાં ખબર લઇ નાંખે તેવા વાવાઝોડા થશે. આને કારણે ટ્રોપિકલ સ્ટ્રોમ પણ બનતા હોય છે જેના કારણે આસામમાંથી હાઇ પ્રેસરના કારણે સૂકા પવનો આવે છે. દરિયા પર ભેજવાળા પવનો બને છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags