VTV News

1.2M Followers

સંવાદનું નવું માધ્યમ / PM મોદી હવે આવ્યાં WhatsApp પર, શરુ કરી વોટ્સએપ ચેનલ, શું છે અને કેવી રીતે જોડાવું?

19 Sep 2023.6:43 PM

  • હવે વોટ્સએપ પર પીએમ મોદી સાથે જોડાઈ શકાશે
  • પીએમ મોદીએ શરુ કરી પોતાની વોટ્સએપ ચેનલ
  • જોઈન થવા માટેની લિંક શેર કરી

પ્રધાનમંત્રી મોદીની વોટ્સએપ ચેનલ શરૂ થઇ ગઇ છે. લોકો વોટ્સએપ ચેનલ દ્વારા તેમના વિશે અપડેટ મેળવી શકશે. બુધવારે લોન્ચ કરવામાં આવેલા મેટાના નવા ફિચરમાં એડમિનને પોતાના ફોલોઅર્સ સાથે ટેક્સ્ટ, ફોટો, વીડિયો, સ્ટીકર અને પોલ શેર કરવાની સુવિધા આપવામાં આવી છે.

પીએમ મોદીએ આ ચેનલ પર પોતાની પહેલી પોસ્ટ કરી હતી. તેમણે નવી સંસદમાં પોતાની તસવીર શેર કરતા લખ્યું- વોટ્સએપ કમ્યુનિટીમાં જોડાઈને રોમાંચિત! સતત સંવાદની આપણી યાત્રાનું આ બીજું પગલું છે. ચાલો આપણે અહીં જોડાયેલા રહીએ.

વોટ્સએપ ચેનલ શું છે?
વોટ્સએપ ચેનલ વન-વે બ્રોડકાસ્ટ ટૂલ છે. આ દ્વારા એડમિન ટેક્સ્ટથી લઈને મલ્ટિમીડિયા અને પોલ્સ સુધીના ફોલોઅર્સ સાથે વિવિધ પ્રકારની સામગ્રી શેર કરી શકે છે. જોકે યૂઝર્સને શેરિંગના હક નથી, એટલે પ્રધાનમંત્રી દ્વારા જે શેર કરવામાં આવે તે લોકો જોઈ શકશે જોકે તેના પર કોમેન્ટ કરી શકાશે. આ ચેનલો વોટ્સએપના અપડેટ નામના નવા ટેબમાં મળી શકે છે. અહીં તમને સ્ટેટસ અને તમે જે ચેનલ્સને ફોલો કરો છો તે જોવા મળશે. તમે પીએમની ચેનલ પર મેસેજ નહીં કરી શકો, પરંતુ પોલ જેવી બાબતો પર તમે રિએક્ટ કરી શકો છો. તમે ઇમોજીનો ઉપયોગ કરીને જવાબ આપી શકો છો અને પ્રતિક્રિયાઓની કુલ સંખ્યા પણ જોઈ શકો છો. જો કે, તમે કેવી પ્રતિક્રિયા આપો છો તે યૂઝર્સને બતાવવામાં નહીં આવે.

કેવી રીતે જોડાવું
જો તમારું WhatsApp અપડેટ નથી થતું તો પહેલા તેને અપડેટ કરો. આ પછી, તમને સ્ટેટસની જગ્યાએ અપડેટ વિકલ્પ દેખાશે. આ બાદ 'ફાઇન્ડ ચેનલ' ફીચરમાં જઇને "નરેન્દ્ર મોદી"ની શોધ કરો. આને ફોલો કરવા માટે તમારે + બટન પર ક્લિક કરવું પડશે. જો કે, એવું પણ બની શકે છે કે તમને હાલ આ વિકલ્પ ન દેખાય કારણ કે કંપનીએ તેને હમણાં જ રોલઆઉટ કર્યું છે. બધા યૂઝર્સ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. સાથે જ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રચાર આગળ વધારશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags